<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ગર્ભવતી મહિલાએ ખેતરમાં જાતે ડિલિવરી કરવાની કોશિશ કરીઃ ધડ બહાર આવ્‍યું માથું પેટમાં રહી ગયું

પરિવારે તરત મહિલા અને ધડને એક થેલામાં રાખી હોસ્‍પિટલમાં લઈ પહોંચ્‍યાઃ જ્‍યાં મહિલાના પેટમાંથી નવજાતનું માથું કાઢવામાં આવ્‍યું, હાલમાં મહિલાની હાલત સ્‍થિર

 

હરદા,તા.૪: ઉત્તર પ્રદેશના હરદા જિલ્‍લામાં લેબર પેન થતાં મહિલાએ ખુદ ડિલિવરી કરવાની કોશિશ કરી. તેમાં નવજાતનું ધડ અલગ થઈને બહાર આવી ગયું. જ્‍યારે માથું મહિલાના પેટમાં ફસાઈ રહ્યું. હંડિયા વિસ્‍તારની મહિલા છ મહિનાની પ્રેગ્નેન્‍ટ હતી, અચાનક ખેતરમાં કામ કરતી વખતે તેને દુખાવો થયો અને તે સમયે તેની બાજુમાં કોઈ નહોતું.

તે સમયે પહેલા ડિલિવરી દરમ્‍યાન મહિલાએ બાળકને ખેંચવાનો પ્રયાસ કર્યો, તો નવજાતનું માથું પેટની અંદર રહી ગયું અને ધડ બહાર આવી ગયું. ત્‍યાર બાદ પરિવારે તરત મહિલા અને ધડને એક થેલામાં રાખી હરદા હોસ્‍પિટલમાં લઈ પહોંચ્‍યા. જ્‍યાં મહિલાના પેટમાંથી નવજાતનું માથું કાઢવામાં આવ્‍યું, હાલમાં મહિલાની હાલત સ્‍થિર છે.

કહેવાય છે કે મહિલા અને તેના પતિએ ખેતરમાં પાણી આપવાનો કોન્‍ટ્રાક્‍ટ લીધો હતો અને તે બંને ખેતરમાં રહેતા હતા. જ્‍યારે લેબર પેનના કારણે મહિલાએ ચીસો પાડી, તો પરિવારના લોકો ભાગીને તેની પાસે આવ્‍યા.

હરદા જિલ્‍લા હોસ્‍પિટલના ડોક્‍ટર રાજવર્ધન સિહ રાઠોડે જણાવ્‍યું છે કે અંજૂ ૬ મહિનાની પ્રેગ્નેન્‍ટ હતી. તેને લેબર પેન થતાં બાળકને ખેંચી લીધું હતું. મહિલાનું નામ અંજૂ હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે જ્‍યારે પ્રસવ પીડા થઈ તો તેની પાસે કોઈ નહોતું. આ કારણે તેને ખુદ જાતે ડિલિવરી કરવાનું વિચાર્યું.

અંજૂને આ અગાઉ સાતમા મહિને એક બાળકી થઈ હતી. જે બાદમાં મોત થઈ ગયું. આ બીજી વાર છે. જ્‍યારે તેને પ્રી-મેચ્‍યોર ડિલિવરી થઈ છે. ડોક્‍ટર્સનું માનવું છે કે પહેલી પ્રી મેચ્‍યોર ડિલિવરી બાદ દંપત્તિને ખૂબ સાવધાની રાખવાની જરૂર હતી. સમય સમય પર હોસ્‍પિટલે આવીને ચેકઅપ કરાવવાનું હતું, પણ તેમણે આવું કર્યું નહીં.

(10:19 AM IST)