News of Saturday, 7th November 2026
યમનમાં સાઉદી ગઠબંધનની ભીષણ એરસ્ટ્રાઇક: ૨૦ નિર્દોષોના મોતથી હુથી બળવાખોરો ભારે વીફર્યા
બોમ્બવર્ષાથી આખો વિસ્તાર રક્તરંજિત બનતાં મધ્યપૂર્વમાં આગઝરતી યુદ્ધની્વાળાઓ ભડકી ઊઠી

નવી દિલ્હી:યમનમાં સાઉદી અરબની આગેવાની હેઠળના સૈન્ય ગઠબંધન દ્વારા કરાયેલા ઘાતક હવાઈ હુમલામાં ૨૦ સામાન્ય નાગરિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ આકસ્મિક લોહિયાળ એરસ્ટ્રાઇકથી રોષે ભરાયેલા હુથી બળવાખોરો પાગલ હાથીની જેમ વીફરી પડ્યા છે અને સાઉદી વિરુદ્ધ વળતા ભયાનક હુમલાની ચેતવણી આપતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મધ્યપૂર્વના આ મોરચે ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા વૈશ્વિક આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા છે.
હુથીઓનો દાવો હતો કે આ એરોપ્લેન કામિસ મુશાઇત એરબેઝ પરથી ઉડયા હતા અને તાઇઝ પ્રાંત પર આવ્યા હતા. તાઇઝના અલવાઇઝ પ્રાંતના બજારમાં થયેલા હુમલામાં ૧૫ના મોત થયા હતા, એમ હુથી આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.આ હુમલાના પગલે પશ્ચિણ એશિયામાં ફરી પાછી તંગદિલી વધી ગઈ છે.
હાલમાં હુથીઓએ તાઇઝ શહેર પર બરોબરનો ઘેરો ઘાલ્યો છે. તેની સામે સરકારી સેનાઓ પણ તેમને બરોબરની લડત આપી રહી છે. હુથીઓએ જો દક્ષિણમાં એડન શહેર તરફ આગળ વધવુ હોય તો તેમણે તાઇઝ શહેર કબ્જે કરવું જ પડે તો જ તેમનો દક્ષિણમાં આવેલા એડન અને લહેજ શહેર કબ્જે કરવાનો માર્ગ ખૂલે. જો કે હુથીઓએ મોખા શહેર કબ્જે કર્યુ હતુ તેટલી સરળતાથી તેમને તાઇઝ શહેરનો કબ્જો મળી રહ્યો નથી. સરકારી દળો તેમને તાઇઝની ટેકરીઓ પર બરોબરની લડત આપી રહ્યા છે.
જો કે હુથીઓએ પણ બેલિસ્ટિક મિસાઇલોનો મારો ચાલુ રાખ્યો છે.ગયા મહિનેજ હુથીઓએ શબવા ખાતે યમનના સરકારી દળો પર હુમલો કર્યો હતો. તેમા ૭૫ સૈનિકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઇજા પામ્યા હતા.
આટલું ઓછું હોય તેમ ઇરાને પણ અમેરિકાને મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવી હોય તો તેની સાત શરતો કતાર દ્વારા મોકલી આપી છે, પરંતુ જો ઇરાનની શરતો જોઈએ તો લાગે નહીં કે અમેરિકા તે માની લેશે. અમેરિકા આ પ્રસ્તાવની હાલમાં સમીક્ષા કરી રહ્યુ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કતારના અમીર સાથે આ સંદર્ભમાં ચર્ચા કરી હતી. તેની સાથે તેમણે ઇરાન પર ફરીથી હુમલો કરવાની સંભાવના અને તેની અસરો અંગે પણ ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. ઇરાનના વિદેશપ્રધાને પણ ઇજિપ્તના વિદેશપ્રધાન સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે. યુદ્ધ ખતમ કરવા કતાર ઇરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરી રહ્યું છે.કતારના અમીરે પણ સંવાદથી જ વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
