News of Monday, 4th May 2026
સૌરાષ્ટ્ર-કચ્છની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૧૯૪ મુસ્લિમ વિજેતા
અમરેલી પાલિકામાં એક સાથે ૧૦ વિજેતા કચ્છમાં પ૮ જેટલા વિવિધ પક્ષમાં વિજેતા માળીયામિંયાણા પાલિકામાં ર૪ બેઠકોમાંથી કોંગ્રેસના ૧ર અને ભાજપના પાંચ ઉમેદવાર ચૂંટાયા વાંકાનેર પંથકમાં ૧૪ વિજેતા થયા દ્વારકા જિલ્લામાં ૧ર મેદાન મારી ગયા

રાજકોટ, તા. ૪ : તાજેતરની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ પક્ષોમાંથી ૧૯૪ જેટલા મુસ્લિમ ઉમેદવારો વિજેતા થયા છે. જેમાં સૌથી વધુ ૧૩૩ કોંગ્રેસ ત્થા ૪૭ ભાજપના અને અન્ય વિવિધ પક્ષના ઉમેદવારોનો સમાવેશ થાય છે જે નીચે મુજબ છે.
વાંકાનેર
(મહમદભાઇ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ વાંકાનેર વિસ્તારના પરિણામ મુજબ જીલ્લા પંચાયતની ૭ બેઠકમાંથી ત્રણ સુસ્લિમો કોંગ્રેસમાં ચુટાયા છે. જેમાં (૧)કુલસુમબેન અકબરભાઇ બાદી - પંચાસીયા, (ર) ઇસ્માઇલ ફતેભાઇ સેરશીયા - ચંદ્રપુર (૩) મહેબુબ આહમદભાઇ કડીવાર- તિથવા તથા તાલુકા પંચાયતની ર૪ બેઠકોમાંથી ૮ મુસ્લિમો કોંગ્રેસમાં ચુટાયા છે.
જેમાં (૧) અકબર અમીભાઇ વડાવીયા - રાજાવડલા (ર) ફાતુબેન ઇનુસભાઇ સેરશીયા - મહિકા, (૩) ઇસ્ફાન હુશેનભાઇ ચૌધરી- પંચાસીયા (૪) ફારૂક અબ્દુલ કડીવાર- રાતીદેવળી, (પ) ગુલશનબેન સોયબભાઇ બાદી - તિથવા, (૬) જેનમબેન ઇદરીશભાઇ કડીવાર- અરણીટીંબા, (૭) મહેબુબ આહમદ કડીવાર - તિથવા (૮) હૂશેન વલીભાઇ સેરશીયા - પીપળીયા રાજ છે.
વાંકોનર નગર પાલિકાની ર૮ બેઠકોમાંથી વોર્ડ ૪ માં કોંગ્રેસના ત્રણ મુસ્લિમો બિનહરીફ ચુંટાયા છે. (૧) મહંમદભાઇ રહેમાનભાઇ ઘાંચી (ર) અશરફ અનવરભાઇ ચૌહાણ સિંપાઇ, (૩) અફસાનાબેન ઇરફાનભાઇ પીપરવાડીયા પીંજારા
માળીયા-મિંયાણા પાલિકા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ કોંગ્રેસના વર્ચસ્વ વાળી માળિયા મિયાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને દર વખત કરતા વધુ ટક્કર આપી હતી. કોંગ્રેસે અહીં ૬ વોર્ડની ૨૪ બેઠકમાંથી ૧૭ ઉપર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપે ૭ બેઠક ઉપર વિજય મેળવ્યો છે. બીજી તરફ વોર્ડ નંબર ૫ માં એક બેઠક પર ભાજપના શરીફાબેન હસનભાઈ કટિયા અને કોંગ્રેસના મરિયમ મહંમદ આમીન ભટ્ટી વચ્ચે સમાન ૧૫૩ મત મળતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના મરિયમ ભટ્ટી વિજેતા જાહેર થયા હતા. કુલ ૧૭ મુસ્લિમ ઉમેદવારો કોંગ્રેસમાં અને પાંચ મુસ્લિમ ઉમેદવારો ભાજપમાં નીચે મુેજબ ચૂંટાયા છે.
વોર્ડ ૧: જેના અયુબ કટીયા, જેના કરીમ સંધવાણી, રસુલ વીરા જેડા, હારુન હબીબ સંધવાણી, વોર્ડ ૨: શકીના જુમ્માભાઈ શેડાત, સાજેદાબી ફતેમામદ મોવર, ઈકબાલ સુભાન સંધવાણી, વિરમ નુરાલી મોવર, વોર્ડ ૩: અમીના અનવરભાઈ મોવર (ભાજપ), સરીફા અબ્દુલ્લા નોતીયાર (ભાજપ), આવેશ હબીબભાઈ મોવર, વોર્ડ ૪ રહેમતબેન ઓસમાણભાઈ માણેક, જેનાબેન હારુનભાઈ સંધવાણી, ઇકબાલભાઈ ઉંમરભાઈ જેડા, રહીમ રાજા જામ , વોર્ડ ૫ મરીયમ મહમદઆમીન ભટ્ટી, જુલ્ફિકાર ઉમરદીન સંઘવણી (ભાજપ) રસીદ હાજી જેડા (ભાજપ) વોર્ડ ૬ જેના તાજમામદ મોવર, ફરીદાબેન અનવરભાઈ ખોડ, અહેમદઅલી કાદરભાઈ માલાણી, જુબેદા યુનુસ ભટ્ટી (ભાજપ).
અમરેલી જીલ્લો
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ અમરેલી જીલ્લા પરિણામ નીચે મુજબ છે
સાવરકુંડલા પાલિકા
સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસમાંથી નાસિરભાઇ ચૌહાણ, રફીકરહીમભાઇ મલેક, નીલોફરબેન ફારૂકભાઇ કાદરી, રાજેભાઇ ઉમરભાઇ ચોૈહાણ, અમીનાબેન અલીભાઈ ચૌહાણ, મદીનાબેન અફઝલભાઇ કાદરી અને નગમાબેન અબ્દુલભાઈ જાખરા (ભાજપ) મળી કુલ ૭ મુસ્લિમ વિજેતા બન્યા છે. કુલ કોંગ્રેસ ની ૧૧માંથી ૬ મળી છે.
અમરેલી નગર પાલિકા
અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના ઇરમબેન શાહનવાજ કુરેશી , સલમાંબેન યુનુસભાઈ કાદરી, મહેબુબભાઇ હસનભાઈ સોલંકી, અમીનભાઇ ખાનભાઇ હોત (આપ)ના અને રાજુભાઈ આદમ ભાઈ બિલખિયા, પરવેજ ગફારભાઈ ચૌહાણ, મુમતાઝ બેન યુનુસભાઈ મેતર, આબેદાબેન અમીનભાઈ લીલા, દાદામીયા અબ્દુલ મિયા કાદરી, સમીરભાઈ સલીમભાઈ કુરેશી મળી કુલ ૧૩ માંથી ૧૦ મુસ્લિમ વિજતા બન્યા છે.
બગસરા પાલિકા
બગસરા નગર પાલિકામાં જુમાલભાઈ પીરાભાઈ સરવૈયા, ફરજાના બેન બોદુ ભાઈ બિલખિયા, રજીયાબેન હુસેન ભાઈ હૈદર કુલ કોંગ્રેસ ની ૫ સીટ માંથી ૩ કોંગ્રેસમાંથી ચૂંટાયા છે.
ધારી પાલિકા
રોશનબેન ઇમરાનભાઇ બ્લોચ (ભાજપ) ચુંટાયા છે.
દામનગર પાલિકા
દામનગર નગર પાલિકામાં નજમાબેન રજાકભાઇ મોગલ કોંગ્રેસ, વસીમ રજાકભાઇ ડેરીયા આપ, યાસીન કાળુભાઈ ચુડાસમા (ભાજપ) ચૂંટાયા છે.
બાબરા પાલિકા
બાબરા નગર પાલિકામાં વસિલા બેન આરીફભાઇ વાળા ભાજપમાં ચૂંટાયા છે. અમરેલી જીલ્લાની તમામ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત માં ભાજપ કે કોંગ્રેસ કે આપે કોઇએ મુસ્લિમો ને કિટીટ આપી નથી એટલે એકેય મુસ્લિમ ઉમેદવાર નથી.
ઝાલાવડ
સુરેન્દ્રનગર જીલ્લાનું પરિણામ નીચે મુજબ છે.
(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, ચોટીલા નગર પાલિકામાં બે મુસ્લિમ ઉમેદવારો વિજય થયા બંને ઉમેદવારો કોંગ્રેસની સીટ ઉપર વિજય થયો છે જયારે ધાંગધ્રામાં એક કોંગ્રેસ માંથી મુસ્લિમ ઉમેદવાર વિજય થયા જયાર બે ઉમેદવારો ભાજપમાંથી વિજય થયા એમ કુલ મળી અને ચોટીલા અને ધાંગ્રધ્રામાં પાંચ મુસ્લિમ ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થયા છે.
ચોટીલા પાલિકા
શરીફાબેન ઇસ્માઇલભાઇ કલાડિયા વોર્ડ નંબર૧ કોંગ્રેસ તથા ચોટીલા નગરપાલિકામાં ઇમરાનભાઇ સુલતાનભાઇ કલાડિયા વોર્ડ નંબર ૧ કોંગ્રેસ ઉમેદવાર જયારે ધાંગધ્રામાં ત્રણ ઉમેદવારો જેનાબેન તેમજ વસીમભાઇ સૈયદ ભાજપની સીટ ઉપર જીત મેળવી છે જયારે કોંગ્રેસમાં ઇમ્તિયાઝ ભાઇ સૈયદે વિજય મેળવ્યો છે એમ સુરેન્દ્રનગર જિલ્લાના બે તાલુકાઓમાં પાંચ મુસ્લિમો વિજય થયા છે.
પોરબ઼દર પાલિકા
(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ મહાનગરપાલિકાની ચુંટણીમાં ૩ મુસ્લીમ ઉમેદવારો વિજેતા બન્યા છે.
વોર્ડ નં. ૬ માં રશીદાબેન દિલાવર જોબીયા (ભાજપ) ૩૧૦પ મત, રૂકસાદ હુશેન ગલેપોત્રા (કોંગ્રેસ) ર૩રપ મત, હનીફભાઇ ઇસ્માઇલભાઇ દુકાની ર૧૮૭ મતોથી વિજેતા થયા હતા.
કેશોદ પાલિકા :
(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્લા પરિણામ નીચે મુજબ છે.
કેશોદ નગરપાલિકાની ચુંટણીમાં લધુમતી સમાજના ત્રણ ઉમેદવાર વિજેતા થયા હતા. વોર્ડ નંબર ર માં ભાજપના રજિયાબેન મહિડા આજ વોર્ડમાંથી કોંગ્રેસના અમિનભાઇ મહિડા જેની સાથે કોંગ્રેસના સુહાનાબેન મહિડાએ વિજય મેળવ્યો હતો.
દ્વારકા જિલ્લો
દ્વારકા જિલ્લા પંચાયતમૉ કોઇ મુસ્લિમ ચૂંટાયા નહીં
ખંભાળિયા તાલુકા પંચાયતમાં
(૧) વાડીનાર૧ શરીફાબાનુ જાવેદ (૨) વાડીનાર ૨ રસીદા જુનુલ ચમડીયા (આપ)માં ચૂંટાયા છે
ભાણાવડ તાલુકા પંચાયતમાં
(૧) રહેમતબેન જુમા ભેનકવડ (આપ)માં ચૂંટાયા છે. કલ્યાણપુર તાલુકા પંચાયતમાં (૧) ભાટીયા ફાતમાબેન ઉમરભાઇ (કોંગ્રેસ ચૂંટાયા છે
દ્વારકા તાલુકા પંચાયતમાં
(૧) સકીનાબેન જુસબ હસનીયા (વરવાળા) (૨) અફસાના યુસુફ (વરવાળા ભાજપમાં ચૂંટાયા છે.
ખંભાળિયા પાકિલામાં વોર્ડ-૪
(૧) અબુભાઇ કાસમ ભોકલ વોર્ડ-૫(૧)શરીફા ફિરોઝ બ્લોચ (૨) ઇમ્તીયાઝખાન મહંમદ લોદીન (૩) રીહાના યાસીન રંઝા (૪) અવેશ યાકુબ સાટી(આમ આદમી પાર્ટીમાં ચૂંટાયા છે.
સલાયા પાલીકા
સલાયા પાલીકાના વોર્ડ-૩ ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ગુલામ અબ્દુલા કારા (આપ)માં વિજેતા થયા છે.
ગોંડલ પાલિકા
રાજકોટ જીલ્લામાં રાજકોટ મૂનિ. કોર્પોરેશન અને ગોંડલ પાલિકાની ચૂંટણી હતી જેમાં રાજકોટમાં વોર્ડ-૧૪માં મકબુલ દાઉદાણી તથા વોર્ડ-૧૬માં ઇબ્રાહીમભાઇ સોરા કોંગ્રેસમાં વિજેતા થયા છે. ત્યારે ગોંડલ પાલીકામૉ વોર્ડ-૪ના સલીમભાઇ ચોૈહાણ વોર્ડ-૫માં આસિફભાઇ ઝકરીયા, ભાજપમાં વિજેતા થયા છે.
ગાંધીધામ પાલીકા
ગાંધીધામ નગરપાલિકામાં વોર્ડ ૧૩માં કોંગ્રેસના સાજીદ કાસમ કક્કલ વિજેતા થયા હતા.
કાલાવાડ તા.પ.
કાલાવાડ તાલુકા પંચાયતમાં ધુન ધોરાજી બેઠક ઉપર અલ્ફીસા અલ્તાફ મલેક (ભાજપ) વિજેતા થયા છે.
પાલીતાણા પાલિકામાં
પાંચ ચૂંટાયા
પાલીતાણા નગરપાલિકામાં ભાજપ/ કોંગ્રેસ લઘુમતીના જીતેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
વોર્ડ નં.૧ સરીફાબેન અલારખભાઇ નાયા ભાજપ બિનહરીફ, વોર્ડ નં.૩ ઇકબાલભાઇ રહેમાનભાઇ રાધનપરા ભાજપ- ૧૯૬૫ મત, વોર્ડ નં.૩ અનવરભાઇ મહમદભાઇ કાજી કોંગ્રેસ ૧૯૮૩ મત, વોર્ડ નં.૭ હમીદાબેન જીકરભાઇ ડેરૈયા ભાજપ- ૨૦૧૩ મત, વોર્ડ નં.૭ યાસીનભાઇ મહમદભાઇ ડેરૈયા ભાજપ-૧૯૩૮ મત મળેલ છે.
સિકકા નગર પાલીકા
સિકકાનગર પાલિકામાં વોર્ડ-૧માં સારા વાઘાણી, જુલેખા શુંભાીણીયા, ઇરફાન શુંભાણીયા (કોંગ્રેસ), વોર્ડ-માં રાબીયા સંચાર, હીના શુંભણીયા, મામદભાઇ કુંગડા, જુસબભાઇ બારોયા (કોંગ્રેસ), વોર્ડ-૩માં રેશમાં કું ગડા (કોંગ્રેસ) લતીફ શુંભાણીયા અખ્તરભાઇ ભગાડ, અલહુસેન નોધવાણી, વોર્ડ-૪માં જેનમબેન ભટ્ટી, નુરમામદ કુંગડા (કોંગ્રેસ), વોર્ડ-૫માં ફિરોઝાબેન ગંડાર, અસગર ગંડાર, વલીમોહમદ મલેક (કોંગ્રેસ) મળી ૧૬ મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે.
ગીર સોમનાથ જિલ્લો
(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડા, ઉના વિસ્તારમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચુંટણી મેદાન માં ઉતરયા હતા જેમાં ઉના નગરપાલિકા માં ૯ સુત્રાપાડા માં ૧ ની જીત થયેલ હતી તેમજ વેરાવળ નગરપાલિકાની ચુંટણી માં વોર્ડ નં.૧ અને ૮ ના ઉમેદવારે ગીર સોમનાથ જીલ્લા મુસ્લીમ સેવા સમાજના ઙ્કમુખ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ હતી ભાજપ દ્વારા રાષ્ટ્રવાદી લધુમતી કાર્ડ સફળ થયું હોય તેમ જણાય છે.
ગીર સોમનાથ જીલ્લામાં અનેક વિસ્તારોમાં મુસ્લીમોનું મોટું મતદાન હોય જેથી ભાજપે લધુમતી ઉમેદવારોને ચુંટણીમાં ઉતારેલ હતા જેમાં ઉનામાં સૌથી વધારે ઉમેદવારો ૯ જેટલા નગરસેવકો ચુંટાય આવેલ હતા તેમજ સુત્રાપાડા મા એક ઉમેદવારો ચુંટાયેલ હતો.
ભાજપે લધુમતીઓને ટીકીટો આપી કોગ્રેસના મતોમાં મોટુ ગાબડું પાડયું છે હવે આગામી ચુંટણીઓમાં પણ અમલવારી થાય તો નવાય નહી કારણ કે વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા વોર્ડ નં.૧ માં ચુટાયેલા પ્રહલાદભાઈ શામળા, વોર્ડ નં. ૮ માં ચુટાયેલા ઉદયભાઈ શાહે ગીર સોમનાથ જીલ્લા ના મુસ્લીમ સેવા સમાજના પ્રથમ પ્રમુખ ફારૂકભાઈ મૌલાનાની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી શહેર ના અનેક વિસ્તારોમાં ચોકકસ વોર્ડ સિવાય પણ મુસ્લીમોની ખુબજ મોટા પ્રમાણમાં વસ્તી છે કોગ્રેસના ગઢ ગણાતા વોર્ડમાં પણ રાજકીય પાર્ટીઓ,અપક્ષોએ ઉમેદવારો નોધાવેલ હતી તે તમામ ઉમેદવારો હારી ગયેલ હતા ભાજપ દ્વારા ઉના સુત્રાપાડામાં મુસ્લીમ ઉમેદવારોને ઉભા રાખવાનો પ્રયોગ સફળ રહયો.
પ્રભાસ પાટણમાં વોર્ડ નં.૨ અને ૩ માં કોંગ્રેસનો વિજય
પ્રભાસ પાટણઃ પ્રભાસ પાટણમાં કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં યુવા નેતા બશીર ગોહેલએ જંગી બહુમતીથી જીત મેળવી હતી. પાટણના વોર્ડ નં.રના ઉમેદવાર તરીકે બશીર ગોહેલ તથા મહમદભાઇ ડેબા તથા બે મહિલા ઉમેદવારોને જંગી બહુમતી મળી હતી અને ઉમેદવાર દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી.
ટંકારા પાલિકા
ટંકારા નગરપાલિકામાં વોર્ડ ૧ માં સિરાજભાઇ અબ્રાણી (કોંગ્રેસ), વોર્ડ ૪ માં બિલ્કીસબેન શા, ગફારભાઇ ભુંગર, આરિફભાઇ ભૂંગર (કોંગ્રેસ), વોર્ડ ૬ માં સલીમભાઇ ભાણુ (કોંગ્રેસ) વિજેતા થયા છે.
જામનગર તા. પં.
જામનગર તાલુકા પંચાયતમાં ઢીંચડાની બેઠક ઉપર યાસ્મીનબેન પતાણી (કોંગ્રેસ), વિજેતા થયા છે. સચાણાની બેઠક ઉપર ફિરોજભાઇ ગંઢાર (કોંગ્રેસ) વિજેતા થયા છે.
વેરાવળ પાલિકા
વેરાવળ નગરપાલિકામાં વોર્ડ ર માં રીઝવાનાબાનુ ભાદરકા, આયેશાબેન મલંગ, આહમદભાઇ ભાદરકા, બશીરભાઇ ગોહેલ, વોર્ડ પ માં રૂકરસાનાબેન બારિયા, ઝરીનાબેન પંજા, મોહમદફારૂક મીર્ઝા, સલમાન સખીયાણી વોર્ડ ૬ માં નુસરતબાનુ તાજવાણી, મોહઝમ પંજા, હનીફભાઇ મલેકા હાજીભાઇ કાલુ, વોર્ડ ૧૦ માં મુસ્કાનબેન રાઠોડ, મુસ્તાકભાઇ ચૌહાણ, કોંગ્રેસમાં વિજેતા થયા છે.
તાલાલા પાલિકા
તાલાલા નગરપાલિકામાં વોર્ડ ૬ માં ખેરૂનબેન મકવાણા, હલીમાબેન મલેક કોંગ્રેસમાં વિજેતા થયા છે.
સુત્રાપાડા પાલિકા
સુત્રાપાડા નગરપાલિકામાં વોર્ડ નં. ર માં ઇસ્માઇલ અબ્બાસી (કોંગ્રેસ) માં વિજેતા થયા છે.
વેરાવળ તા. પં.
વેરાવળ તાલુકા પંચાયતમાં ગોવિંદપરા બેઠક ઉપર ઝરીનાબેન પંજા (કોંગ્રેસ) ડારી બેઠક ઉપર અફસાનાબેન સામદાર (કોંગ્રેસ) વિજેતા થયા છે.
ઉના તા. પં.
ઉના તાલુકા પંચાયતમાં નવાબંદર ૧ બેઠક ઉપર સીદીક ચવાણ વિજેતા થયા છે.
કચ્છ જીલ્લો
કચ્છ જીલ્લ પંચાયતમાં ભીંડીયારા બેઠક ઉપર અબ્દુલ્લા બુઢા જત (ભાજપ) આઇશાબાઇ મોડ સુમરા (ભાજપ), જનતબાઇ રસુલ સમા (ભાજપ) દયાપર અને દીનારા બેઠક ઉપર વિજેતા થયા છે. ભચાઉ તાલુકા પંચાયતમાં લાકડીયા ૧ બેઠક ઉપર સાદીક સુલેમાન રાઉમા (ભાજપ) વિજેતા થયા છે.
ભુજ તાલુકા પંચાયતમાં દિનારા બેઠક ઉપર લતીફાબાઇ ઇબ્રાહીમ સમા (કોંગ્રેસ) જુણા બેઠક ઉપર સોયબ સુલેમાન સમા (ભાજપ) વિજેતા થાય છે. સરાડા બેઠક ઉપર હાજીણીબાઇ (કોંગ્રેસ) અબ્દુલ્લાહ જત ત્થા રતાડીયા બેઠક ઉપર પરવેઝ ઇશા સમા (ભાજપ) વિજેતા થયા છે.
રાપર તાલુકા પંચાયતમાં આડેસર બેઠક ઉપર શરીફભાઇ રામેજા (આપ) માં લખપત તાલુકા પંચાયતમાં બરંદા બેઠક ઉપર હુસેન સુલેમાન પઢીયાર (ભાજપ), દોલતપર બેઠક ઉપર શકીનાબાઇ કરમખાન જત (કોંગ્રેસ), ધડુકા બેઠક ઉપર ફાતમાબાઇ અબ્દુલ્લા જત (ભાજપ), વિંછીયાની બેઠક ઉપર અબ્દુલ કરીમ કાસમ હાજી ઉમર જત (ભાજપ), નારાયણ સરોવર બેઠક ઉપર બિલ્કીસ આમઘ સાવલાણી (કોંગ્રેસ) વિજેતા થયા છે.
અબડાસા તાલુકા પંચાયતમાં બેહમોટી બેઠક ઉપર આમદભાઇ કાસમભાઇ ચવાણ (કોંગ્રેસ) ખીરસરા (કોડ) બેઠક ઉપર સકીના અબ્દુલા સુમરા (ભાજપ) સલાયા-ર બેઠક ઉપર જુલેખાબાઇ, અબ્દુલ મોકરશી (કોંગ્રેસ), સુથરી બેઠક ઉપર અલી અબકર નુસ્મામદ સંઘાર (કોંગ્રેસ), વિંઝાણ બેઠક ઉપર અતેહા અલીમામદ હિંગોરા (કોંગ્રેસ) વિજેતા થયા છે.
મુંદરા તાલુકા પંચચાયતમાં ભદ્રેશ્વર બેઠક ઉપર આસીબાઇ અયુબ માંજલીયા (કોંગ્રેસ), નાના સ્થાળા-ર બેઠક ઉપર ઇસ્માઇલ અલીમામદ તુર્ક (કોંગ્રેસ), સાકાઉ બેઠક ઉપર રૂકશાના અસીમ સાંધ (કોંગ્રેસ) વિજેતા થયા છે.
નખત્રાણા તાલુકા પંચાયતમાં દેસલપર બેઠક ઉપર સલીમ મુસાભા જિયેજા (કોંગ્રેસ), મથલ બેઠક ઉપર ઇલિયાસ આધમ પીંજારા (ભાજપ), નેત્રા બેઠક ઉપર ઓસમાણ ખાન સુમરા (કોંગ્રેસ) વિજેતા થયા છે.
અંજાર નગર પાલિકામાં વોર્ડ ૪ માં હલીમાબાઇ અ. મજીદ ખત્રી (કોંગ્રેસ) વોર્ડ ૭ માં ફરીદાબેન મામદ કુંભાર (ભાજપ) વોર્ડ ૮ માં જીબીબાાઇ કાસમ શેખ, મહમમદ હુસેન નાકરશા શેખ (કોંગ્રેસ), વિજેતા થયા છે.
ભૂજ નગરપાલિકામાં વોર્ડ નં. ૧ માં રોશનબેન જુસબસમા, નૌશીકા ઓવલ લંગા (કોંગ્રેસ), સરફરાઝ ઇસ્લમાઇલ જીએજા મુખ્તાર જાફર સમા (કોંગ્રેસ)માં ચૂંટાયા છે. વોર્ડ ર માં રોશનબેન હારૂન ત્રાયા (કોંગ્રેસ), વોર્ડ ૩ માં ફાતમાબાઇ ગુલાન હુસેન સમા (કોંગ્રેસ), આઇસુબાઇ અલીમામદ સમા (કોંગ્રેસ), ફકીરમામદ સમા (કોંગ્રેસ), ફકીરભાઇ રમજુ કુંભાર (કોંગ્રેસ) ચૂંટાયા છે.
વોર્ડ ૪ માં જાવેદ કાસમ માજોઠી ભાજપમાં બિનહરીફ ચૂંટાયા છે. વોર્ડ પ માં આદિલ જુસબ જત (કોંગ્રેસ) ચૂંટાયા છે.
માંડવી નગરપાલિકા વોર્ડ ૩ માં નુરૂલઅમીન મો. હુસેન મેમણ (ભાજપ) વોર્ડ પ માં બિલ્કીસબાનુ હુસેન બકાલી (ભજપ), મામદ અબ્દુલ્લા ભટ્ટી (ભાજપ) અબ્દુલ કાદર અલીમામદ મુકતાણી (ભાજપ), વોર્ડ ૬ માં ફરજાના શૌકત હુસેન બકાલી (ભાજપ), કાદરભાઇ સિદીકભાઇ ઓઠાર (ભાજપ) ચૂંટાયા છે.
મુંદરાબારોજ નગરપાલિકામાં વોર્ડ ૧ માં જાવેદ રફીક પઠાણ, ફારૂક ઓસમાણ સુમરા (કોંગ્રેસ), વોર્ડ ૩ માં ઇમ્તિયાઝ ઓસમાણગની સુમરા (કોંગ્રેસ), વોર્ડ ૪ માં સલામા અમીન બોજા, ઇમરાન સલીમ જત, ઇમરાન યાકુબ અહમદખાન (કોંગ્રેસ), ચૂંટાયા છે.
નખત્રાણા નગરપાલિકામાં વોર્ડ ર માં જાસ્મીન સદામ પીંજારા, મુસા હુસેન કુંભાર (કોંગ્રેસ), ચૂંટાયા છે.
જામનગરના વિજેતા મુસ્લિમ ઉમેદવારોઃ
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહાનગરપાલિકાની કોર્પોરેટરમાં સાત મુસ્લિમો વિજેતા થયા છે. જામનગર મહાનગરપાલિકામાં નંબર એકમાં ઈસ્માઈલભાઈ માણેક, ઝરીના સુંભણીયા અને સારાબેન ચામડિયા ત્રણેય ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે જ્યારે વોર્ડ નંબર ૧૨ માંથી આમ આદમી પાર્ટીના અસ્લમ ખીલજી, જેનબબેન ખફી અને કોંગ્રેસમાંથી અલ્તાફ ખફી તેમજ સહારાબેન મકવાણા મુસ્લિમ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. જેથી નવી બનેલી મહાનગરપાલિકાની ૬૪ બેઠકમાંથી સાત બેઠકમાં મુસ્લિમ કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા છે. જોકે જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકમાંથી એક પણ બેઠકમાં મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા નથી.(તસવીરઃ કિંજલ કારસરિયા )
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
