<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

જંગલેશ્વર ડીમોલેશનના અસરગ્રસ્‍તોને રૂ.૧ની વાર લેખે જમીન ફાળવી વચન પાળો

સંસદની ચુંટણી સમયે અપાયેલ ખાત્રીને યાદ કરાવતા ઝુંપડપટ્ટી મહાપરિષદના પ્રમુખ દાનુભા સોઢા

 

 

રાજકોટ તા. ૪ : ઝુંપડપટ્ટી મહાપરિષદ રાજકોટના પ્રમુખ દાનુભા પથુભા સોઢાએ રાજયપાલને ફેકસ દ્વારા પત્ર પાઠવી રાજકોટના જંગલેશ્વરમાં કરાયેલ ડીમોલેશનના અસરગ્રસ્‍તોને રૂા.૧ ના વાર લેખે ટોકનભાવે જમીન મળે તેવી વ્‍યવસ્‍થા કરાવવા રજુઆત કરી છે.

તેઓએ પત્રમાં જણાવ્‍યું છે કે આ વિસ્‍તારમાં જે થયુ તે કાયદાનું ઉલંઘન કરીને થયુ છે. છેલ્લા ૫૦ વર્ષ જુની ઝુંપડપટ્ટીને ફકત રાજકીય હેતુથી નુકશાન પહોંચાડવામાં આવ્‍યુ છે. આ વિસ્‍તારની તમામ બેઠકો કોંગ્રેસને મળતી આવી છે તે જગ જાહેર છે.

દાનુભા સોઢાએ તાજેતરનો એક કિસ્‍સો ટાંકીને જણાવ્‍યુ છે કે દિલ્‍હીની ધારાસભા ચુંટણી સમયે કેજરીવાલે લોકોના ખાતામાં અમુક રકમ નાખવા જાહેરાત કરી હતી. પરંતુ ચુંટણી જીત્‍યા બાદ અમલવારી ન થતા લોકો હાઇકોર્ટમાં ગયા અને કોર્ટમાંથી કેજરીવાલે વચન પાળવા ફરમાન થયુ હતુ. તો પછી રાજકોટ મહાનગરપાલિકાએ પણ સંસદની ચુંટણી વખતે શહેરની તમામ ઝુંપડપટ્ટીને રૂા. ૧ની વાર લેખે જમીનો રેગ્‍યુલાઇઝ કરી આપવા વચન આપ્‍યુ હતુ. ત્‍યારે રાજકોટમાં પણ વચન પાલન માટે હુકમ થયો જોઇએ. તેમ અંતમાં ઝુંપડપટ્ટી મહાપરિષદના પ્રમુખ દાનુભા સોઢાએ રજુઆતના અંતમાં જણાવ્‍યુ છે.

(2:40 PM IST)