<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

સુરતમાં વેચાય છે આમ રસ ચીઝ ઢોસા

ઢોસા પાથર્યા પછી એના પર ચીઝ અને કેરીનો રસ પાથરવામાં આવે છે

 

સુરત,તા.૪: ગુજરાતના સ્‍ટ્રીટ-ફૂડમાં કોઈ પણ વાનગીમાં ચીઝનો મારો કરીને ફયુઝન ક્રીએટ કરી નાખવામાં આવે છે. જોકે સુરતમાં એક વાનગીએ તો હદ જ કરી નાખી છે. સોશ્‍યલ મીડિયામાં ફરી રહેલી એક ક્‍લિપમાં ઢોસા પાથર્યા પછી એના પર ચીઝ અને કેરીનો રસ પાથરવામાં આવે છે. ઢોસો કડક થાય એટલે એને કાપીને કેરીના રસ સાથે સર્વ કરવામાં આવે છે. એક ફૂડ-વ્‍લોગરે સ્‍ટ્રીટ-સ્‍ટોલ પર મળતી આ સાઉથ ઇન્‍ડિયન વાનગીનો વિડિયો લીધો હતો જે સોશ્‍યલ મીડિયામાં જબરદસ્‍ત ટીકા પામ્‍યો હતો. ઢોસાની સાથે કેરીના રસનું કોમ્‍બિનેશન અને વળી એમાં ચીઝ ઉમેરવામાં આવ્‍યું એ જોઈને ભલભલા લોકોના મોંમાંથી ‘યક...' ઉદ્ગાર નીકળી ગયો હતો. એક જણે તો લખ્‍યું હતું કે ‘મત કર સુરતીલાલા, મત કર...'

(10:28 AM IST)