<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

સૌરાષ્‍ટ્ર કુકિંગ સ્‍પર્ધા શીતલ ગાડેશા કુકિંગ ક્‍વીન બન્‍યા

ગાડેશા પરિવાર, વન વર્લ્‍ડ રેસિ.માં ખુશીનો માહોલ

રાજકોટ, તા.૪: શ્રી. લેડીઝ ક્‍લબ દ્વારા રાજકોટ ખાતે તાજેતરમાં ઓપન સૌરાષ્‍ટ્ર કુકિંગ સ્‍પર્ધામાં  રાજકોટના વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં રહેતા શીતલબેન રવિભાઇ ગાડેશાએ પોતાની અનોખી રસોઈકળાની પ્રતિભા દ્વારા ટોપ થ્રીમાં સ્‍થાન સાથે કૂકિંગ ક્‍વિનનું બિરુદ હાંસલ કર્યું છે. કુકિંગક્ષેત્રમા પ્રોફેશનલ જેવું જ્ઞાન ધરાવતા શીતલબેન પોતાની આ સિદ્ધિમાં પરિવારના સભ્‍યો, સગાંઓ, અને શુભેચ્‍છકોની પ્રેરણા અને પ્રોત્‍સાહન અને આશીર્વાદનું ખૂબ મોટું મહત્‍વ માને છે. હોમ મેડ કેક, બ્રાઉની શુદ્ધ અને સાત્‍વિક રીતે બનાવવા માટે જાણીતા છે. આમ અનેરી સિદ્ધિથી ઞાડેશા પરિવાર, પિયર પક્ષ, અને વન વર્લ્‍ડ પરિવારને ગૌરવ અપાવ્‍યું છે

(4:31 PM IST)