તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ તણાવ : હાાવડાના દુમુરજાલામાં TMC કાર્યાલયમાં તોડફોડ: ઓફિસની બારીઓના કાચ તોડી નાખ્યા
ફર્નિચર વેરવિખેર કરી દીધું હતું અને પક્ષના પોસ્ટરો ફાડી નાખ્યા: TMC ના ઝંડાને પણ રસ્તા પર ફેંકી અપમાનિત કરવામાં આવ્યો

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની લહેર વચ્ચે હાાવડાના દુમુરજાલા વિસ્તારમાં ભારે તણાવ જોવા મળ્યો છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાર્યાલય પર અજાણ્યા તત્વો દ્વારા કથિત રીતે તોડફોડ કરવામાં આવી છે. હુમલાખોરોએ ઓફિસની બારીઓના કાચ તોડી નાખ્યા હતા, ફર્નિચર વેરવિખેર કરી દીધું હતું અને પક્ષના પોસ્ટરો ફાડી નાખ્યા હતા; એટલું જ નહીં, TMC ના ઝંડાને પણ રસ્તા પર ફેંકી અપમાનિત કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભાજપ અને TMC સમર્થકો વચ્ચે વધી રહેલી રાજકીય દુશ્મનાવટ અને હિંસક ઘટનાઓની શ્રેણીમાં આ વધુ એક ઘટના ઉમેરાતા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
