<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ઉત્તર પ્રદેશના હાથરસ શહેરની સંયુક્‍ત જિલ્‍લા હોસ્‍પિટલમાં

હેરાન કરી દેનારો એક મામલો સામે આવ્‍યો : બાળકના ડાબા હાથની આંગળીમાં ફ્રેક્‍ચર હતું, સરકારી હોસ્‍પિટલના ડોક્‍ટરે જમણા હાથને પ્‍લાસ્‍ટર લગાવી દીધું

 

હાથરસ,તા.૪: ઉત્તર પ્રદેશના હાથરસ શહેરની સંયુક્‍ત જિલ્‍લા હોસ્‍પિટલમાં હેરાન કરી દેનારો એક મામલો સામે આવ્‍યો છે. આરોપ છે કે એક બાળકને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્‍ચર હતું, પરંતુ ડોક્‍ટરોએ ટ્રીટમેન્‍ટ દરમ્‍યાન બાળકના જમણા હાથને પ્‍લાસ્‍ટર લગાવી દીધું હતું. ૪ વર્ષનો હર્ષ ગુરુવારે ઘરમાં રમી રહ્યો હતો ત્‍યારે તેના હાથમાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે જિલ્‍લાની સરકારી હોસ્‍પિટલના બ્‍ભ્‍ઝમાં લઈ ગયા. બ્‍ભ્‍ઝમાં ડોક્‍ટરોએ બાળકના હાથનો એક્‍સ-રે કર્યો અને એ રિપોર્ટમાં ડાબી બાજુના હાથની આંગળીમાં ફ્રેક્‍ચર થયું હોવાની પુષ્ટિ થઈ હતી. ડોક્‍ટરોએ એ પછી તેના હાથ પર પ્‍લાસ્‍ટર લગાવ્‍યું અને દવા આપીને ઘરે મોકલી દીધો. હોસ્‍પિટલે એક્‍સ-રે અને પ્‍લાસ્‍ટર માટે ૭૦ રૂપિયા પણ ચાર્જ કર્યા હતા. જોકે ઘરે પહોંચ્‍યા પછી પણ બાળક સતત રડતું જ રહ્યું હતું. પરિવારજનોએ જ્‍યારે પૂછ્‍યું તો દુખાવો થવાની ફરિયાદ કરતું હતું. જોકે ઘણા સમય પછી ખબર પડી કે તેને ડાબી આંગળીમાં દુખે છે. પરિવારજનો એક્‍સ-રે રિપોર્ટ લઈને ફરી હોસ્‍પિટલમાં ગયા તો ખબર પડી કે એક્‍સ-રેમાં તો ડાબા હાથમાં ઈજા બતાવે છે, જ્‍યારે પ્‍લાસ્‍ટર જમણા હાથમાં લગાવેલું છે. આ ઘટના પછી પરિવારજનો પોલીસ-સ્‍ટેશન પહોંચ્‍યા હતા અને સરકારી હોસ્‍પિટલ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

(10:18 AM IST)