<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

વીજ વિતરણ કંપનીઓ દ્વારા ૪૨.૫૯ લાખ સ્‍માર્ટ મીટર લગાવાયા

૧૩.૬૯ લાખ સાથે યુજીવીસીએલ મોખરેઃ ૫.૭૪ લાખ સાથે પીજીવીસીએલ છેલ્‍લે : એમજીવીસીએલમાં ૧૧.૮૦ લાખ, ડીજીવીસીએલમાં ૧૧.૨૫ લાખ સ્‍માર્ટ મીટર લગાવાયા

 

વડોદરા,તા.૪: જીયુવીએનએલની ચાર વીજ વિતરણ કંપની દ્વારા રાજ્‍યમાં એપ્રિલ ૨૦૨૬ના અંતે ૪૨,૫૯,૫૪૩ સ્‍માર્ટ મીટર વીજ ગ્રાહકોને ત્‍યાં લગાવવામાં આવ્‍યા છે. જેમાં સૌથી મોખરે ઉત્તર ગુજરાત વીજ કંપની રહી છે. પુજીવીસીએલએ ૧૩.૬૮ એમજી વીસીએલએ ૧૧.૮૦ લાખ, ડીજીવીસી એલએ ૧૧.૨૫ લાખ અને પીજીવી સીએલએ ૫.૭૪ લાખ સ્‍માર્ટ મીટર વીજ ગ્રાહકોને ત્‍યાં લગાવ્‍યા છે.

એપ્રિલ માસમાં જ એમજીવીસીએલે સૌથી વધુ ૩૯,૦૫૯ વીજ મીટર, ડીજીવીસીએલએ ૩૨,૬૩૧૭, પીજીવીસીએલએ ૩૦,૮૯૫ અને યુજીવીસીએલએ ૧૦, ૨૭૧ સ્‍માર્ટ મીટર વીજ ગ્રાહકોને ત્‍યાં લગાવ્‍યા છે.

રાજ્‍યમાં જાન્‍યુઆરી ૨૦૨૪થી સ્‍માર્ટ મીટર વીજ સાહકોને ત્‍યાં લગાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે ગત વર્ષે જ સ્‍માર્ટ મીટર લગાવવાના અભિયાનમાં પ્રગતિ થઈ હતી. ગુજરાતમાં ૧,૯૫,૧૦,૮૯૦ સ્‍માર્ટ મીટર વીજ માહકોને ત્‍યાં લગાવવાનો લક્ષ્યાંક છે, જેની સામે હજી સુધી ૪૨,૫૯,૫૪૩ સ્‍માર્ટ મીટર લગાવવામાં આવ્‍યા છે. હજી આગામી વર્ષોમાં આ કાર્યક્રમ વીજ કંપનીઓમાં ચાલુ રહેશે તેમ જણાવાય છે.એડવાન્‍સ ટેકનોલોજી આધારીત આ મીટર હોવાના કારણે વીજ ગ્રાહકને ખરેખર વપરાશને માપે છે અને ઓટોમેટિક રીતે ડેટા વીજ કંપનીને મોકલે છે. જો વીજ ગ્રાહક પ્રિપેઇડ મીટરને સ્‍વીકારે તો ૩ ટકા ડિસ્‍કાઉન્‍ટ મળે છે. ઓછી માગના સમયમાં એટલે કે સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્‍યા સુધીમાં વીજ વપરાશ ઉપર ૬૦ પૈસાનું યુનિટ દીઠ ડિસ્‍કાઉન્‍ટ અપાય છે. રાજ્‍યમાં ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર ઉપર ૩,૦૦,૪૮૭ સ્‍માર્ટ મીટર લગાવવાના લક્ષ્યાંક સામે એપ્રિલમાસ સુધીમાં ૧.૫૮.૧૪૯ સ્‍માર્ટ મીટર લગાવવામાં આવ્‍યા છે.જોકે હજી ફીડર ઉપર મીટર લગાવવામાં આવ્‍યા નથી.

દેશમાં ૨૨.૪૨ કરોડ સ્‍માર્ટ મીટરના લક્ષ્યાંક સામે ૬.૫૫ કરોડ મીટર કાર્યરત

દેશના ઊજા મંત્રાલય દ્વારા રચાયેલા નેશનલ સ્‍માર્ટ ગ્રીડ મિશન દ્વારા સ્‍માર્ટ ૨૨,૪૨,૭૯,૭૪૯ સ્‍માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે.જેની સામે અત્‍યાર સુધીમાં ૬,૩૭,૧૯,૭૫૬ સ્‍માર્ટ મીટર લગાવાયા છે. ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર ઉપર ૫,૩૧,૫૨૧ મીટર લગાવવાના લક્ષ્યાંક સામે અત્‍યાર સુધીમાં ૧૬,૮૮,૭૫૧ મીટર લાગ્‍યા છે. જ્‍યારે ફીડર ઉપર મીટરનો લક્ષ્યાંક ૨,૦૬,૯૨૯ સામે ૧,૮૩,૦૪૨ મીટર લાગ્‍યા છે.

ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર પર મીટરથી ફાયદો થાય છે

ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર મીટર એ સ્‍પેશિયલાઇઝ્‍ડ હાઇ એક્‍ટરન્‍સી સ્‍માર્ટ મીટરિગ ડિવાઇસ છે. જે વીજળીના વપરાશને મોનીટર કરી તેનો રેકોર્ડ રાખે છે અને ઇલેક્‍ટ્રિકલ માપદંડો જેવા કે વોલ્‍ટેજ, કરંટ અને વીજ પ્રવાહનું વિશ્‍લેષણ સીધું જ ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર ખાતે રાખે છે. આ મીટર દ્વારા એનર્જી ઓડિટ થઇ શકે છે. જેના પગલે ટેકનિકલ લોસ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે વીજ કંપની દ્વારા નિર્ણય લઇ શકાય છે. ઉનાળામાં વર્ષોથી ટ્રાન્‍સફોર્મર ઓવર લોડ થવાની સમસ્‍યા જોવા મળે છે તે ઘટાડવા માટે પણ પગલાં લઇ શકાય છે. ગ્રીડ દ્વારા વીજ પ્રવાહ સારી રીતે આપી શકાય તે માટે પણ દરથી (રિમોટ) મોનિટરિગ થઇ શકે છે.

સ્‍માર્ટ મીટર માટે હજી પણ વીજ ગ્રાહકોમાં આશંકાઓ રાજ્‍યના ઘણા વિસ્‍તારોમાં સ્‍માર્ટ

મીટર માટે હજી પણ વીજ ગ્રાહકોમાં આશકાઓ જોવા મળી રહી છે. વીજ વિતરણ કંપનીઓએ જયારે દોઢ-બે વર્ષ પહેલા સ્‍માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું ત્‍યારે તે અંગે કોઇ જ જાતની માહિતી ગ્રાહકોને આપી ન હતી અને સરકારી ઢબે જ કામગીરી કરી હતી જેના પગલે વડોદરાથી શરૂ થયેલો વિરોધ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં જોવા મળ્‍યો હતો અને એક તબક્કે વીજ કંપનીને કામગીરી ઉપર બ્રેક મુકવી પડી હતી

CEA દ્વારા પણ જાહેરનામું બહાર પડાયું

સેન્‍ટ્રલ ઇલેક્‍ટ્રિસિટી ઓચોરિટી દ્વારા ૧લી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. જેમાં જુના મીટરના બદલે સ્‍માર્ટ મીટર બદલવાએ કાયદાકીય પ્રક્રિયા છે. રિઅલ ટાઇમ ડેટા ટ્રાન્‍સમિશન અને ઓટોમેટિક બિલિગ સિસ્‍ટમ હોવાના કારણે વીજ ગ્રાહકો વીજ ખર્ચમાં બચત કરી શકે છે. આ ઉપરાંત પારદર્શિતા રહે છે.

જે ગ્રાહકો સ્‍વૈચ્‍છિક માગણી કરે તેમને સુવિધા આપો

વીજ કંપનીઓ દ્વારા હાલમાં જે વીજ ગ્રાહકોના મીટર ફોલ્‍ટી હોય તે બદલ્‍યા બાદ ફરજિયાત સ્‍માર્ટ મીટર લગાવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સબ ડિવિઝનમાં પણ આયોજિત કાર્યક્રમ મુજબ હાલના વીજ ગ્રાહકોના મીટરને બદલીને સ્‍માર્ટ મીટર લગાવવામાં આવે છે. હાલમાં જે રીતે રિબેટ આપવામાં આવે છે ત્‍યારે જે વીજ ગ્રાહકો સ્‍વૈચ્‍છિક રીતે સ્‍માર્ટ મીટર લગાવવા માટે રજૂઆત કરે તેમને ત્‍યાં સ્‍માર્ટ મીટર લગાવવા જોઇએ

આસામમાં ૬૯ લાખના લક્ષ્યાંક સામે ૫૭લાખ મીટર લાગ્‍યા

દેશમાં ઘણા રાજ્‍યોમાં સ્‍માર્ટ મીટર લગાવવાની કામગીરી સારી થઇ છે. જ્‍યારે કેટલાક રાજ્‍યોમાં હજી પ્રારંભિક કાર્યવાહી પણ જોવા મળતી નથી. આ અંગેનું કારણ સંબંધિત રાજ્‍ય સરકાર અને વીજ કંપનીની ઇચ્‍છા શક્‍તિનું રહ્યું છે. આસામ જેવા સરહદી રાજ્‍યમાં ૬૯,૯૧,૩૨૯ સ્‍માર્ટ મીટરના લક્ષ્યાંક સામે ૫૭,૦૬,૪૩૬ મીટર લાગ્‍યા છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૨,૩૫,૬૪,૭૪૭ મીટરની સામે ૧,૦૯,૭૮.૭૫૬ સ્‍માર્ટ મીટર લાગ્‍યા છે. ફીડરના મીટરિગનો ૨૯,૨૧૪ મીટરનો લક્ષ્યાંકની સામે ૩૧.૮ફચ્‍ મીટર અને ડિસ્‍ટ્રિબ્‍યુશન ટ્રાન્‍સફોર્મર ઉપર ૪,૧૦,૯૦૫ મીટરની સામે ૩,૧૧,૬૪૬ મીટર લાગ્‍યા છે.

(10:28 AM IST)