<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ગોંડલમાં ભોજરાજપરા વિસ્‍તારમાં રાત્રીનાં ટ્રાન્‍સફોર્મર સળગ્‍યું

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૪: આકરા તાપમાન વચ્‍ચે શહેર માં ટ્રાન્‍ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો વઘારો થયો હોય તેમ ગોંડલના ભોજરાજપરા વિસ્‍તારમાં શેરી નંબર ૧૬ માં આવેલ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભડકી ઉઠતા વિસ્‍તારમાં હડકંપ મચ્‍યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ બનાવને કારણે ભોજરાજપરા વિસ્‍તારમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે સ્‍થાનિક રહેવાસીઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે.

બનાવની જાણ થતા આ વિસ્‍તારનાં નગરપાલિકા સદસ્‍યનાં પ્રતિનિધિ હિરેનભાઈ વઘાસીયા દોડી જઇ વિજતંત્રને જાણ કરી હતી.

(12:10 PM IST)