News of Monday, 4th May 2026
અનિલે સામાનનું ધ્યાન રાખવાની ના પાડી દેતાં વિજયએ પાઇપથી ફટકાર્યો
ચુનારાવાડ ભાણજીબાપાના પૂલ નીચે બનાવ

રાજકોટ તા. ૪: કુબલીયાપરા પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડામાં રહેતાં અનિલ કાળુભાઇ ધાંધલપરીયા (ઉ.વ.૨૦)ને સવારે ભાણજીબાપાના પૂલ નીચે સુતો હતો ત્યારે વિજય કાળુ દેવીપૂજક અને અજાણ્યાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
અનિલે કહ્યું હતું કે હું ભંગાર વીણવાની મજુરી કરુ છું અને ત્રણ બેહન, બે ભાઇમાં નાનો છું. હું પૂલ નીચે સુતો હતો ત્યારે વિજયએ પોતે ચોરીને લાવ્યો હોય તે સામાનનું ધ્યાન રાખવાનું કહેતાં પોતે ધ્યાન નહિ રાખે તેમ જણાવતાં વિજય સહિતે હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(4:09 PM IST)










