તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
શહેર ભાજપ કાર્યાલયમંત્રી હિતેષ ઢોલરીયાનો આવતીકાલે જન્મ દિવસ

રાજકોટઃ શહેર ભાજપના કાર્યાલય મંત્રી હિતેષભાઇ ઢોલરીયાનો આવતીકાલે તા.૫/૫ ને મંગળવારે જન્મ દિવસ છે તેઓ જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.તેઓએ ૧૯૯૩ માં લાલબહાદુર સોસાયટીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાના શિક્ષક તરીકે શરૂઆત કર્યા બાદ ભાજપમાં પાર્ટીમાં યુવા મોરચામાં શહેર કારોબારી સભ્યથી તેઓની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી અને લોકસભા-૨૦૧૯ માં આઈ.ટી.ઇન્ચાર્જ, રાજકોટ મહાનગરની ચુંટણીમાં બુથ મેનેજમેન્ટની વિશિષ્ટ કામગીરી તેમજ રાજકોટ શહેર ભાજપ વોર્ડ નં.૧૮ માં મહામંત્રી તરીકે બે ટર્મની જવાબદારી તેમજ રાજકોટ શહેરની ટીમમાં ઉપપ્રમુખની જવાબદારી પણ ખુબ જ સફળતાપૂર્વક નિભાવી ચુકયા છે.તેઓને શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યાલયમંત્રી તરીકે સતત બીજી ટર્મમાં વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
હિતેષભાઈ ઢોલરીયાના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએથી જ તેમને તેમના મો. નં. ૯૯૭૯૨ ૧૯૪૯૯ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
