<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

તળાજા સોની દંપતિની હત્‍યા પુત્રવધૂએ જ કરી હતી!

પુત્રવધુએ કબુલ્‍યું પપ્‍પા મમ્‍મી બંનેના ગળામેંજ દબાવી દીધાઃ પપ્‍પા કરતા મમ્‍મીને મરતા વાર લાગી : ‘મા બાપ' નો ખૂનીખેલ ખેલાઈ રહ્યો હતો ત્‍યારે ગોલા ખાતો હતોઃ રાજકોટ વિસાવદરના ભાડૂતી ઈસમો પેટ્રોલની બોટલ સાથે લાવ્‍યા હતાઃ વીસેક મિનિટમાંજ બેવડી હત્‍યાને અપાયો અંજામ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: તળાજા સોની દંપતિ હત્‍યા કેસ ના આરોપી પુત્ર પુત્રવધુ અને રાજકોટ, વિસાવદર ના બે મુસ્‍લિમ યુવાનો પૈકી ના પોલીસ કસ્‍ટડીમા રહેલા ચારેય આરોપીઓ પાસે પોલીસ કાફલો,એફ.એસ.એલ ટીમ અને સરકારી પંચોની રૂબરૂ મા ઇન્‍વેસ્‍ટિગેશન ઓફિસર વી.આર.વાળા એ પોલીસ સ્‍ટેશન થી નીકળ્‍યા ત્‍યારથી તે છેક હત્‍યારાઓએ કેવો પ્‍લાન ઘડ્‍યો હતો, કઈ રીતે હત્‍યા ને અંજામ આપવામાં આવ્‍યો,હત્‍યારા કઈ રીતે કયારે આવ્‍યા,કોનો શુ રોલહતો તે બધીજ બાબતો ને રિહર્સલ ઓન કેમેરા કરાવવામા આવ્‍યુંહતું.જેમાં ઠંડે કલેજે પુત્રવધુ એજ પથારી મા સુતેલા સસરા ની બાદ મા બાથરૂમમાંથી બહાર કાઢી સાસુની દોરી વડે ગળું દબાવી હત્‍યા કર્યાનો ખુલાસો કર્યો છે.જ્‍યારે માતા પિતા ની હત્‍યાનો ખૂનીખેલ ખેલાઈ રહ્યો હતો, પુરાવાઓનો નાશ કરવા માટે બંને પર પેટ્રોલ છાંટી આગને હવાલે કરવામાં આવ્‍યા હતા ત્‍યારે પુત્ર મિત્રો સાથે બરફના ગોલા અને ચા ની ચૂસકીઓ લગાવી રહ્યો હતો. માં બાપ ની હત્‍યામાં સામેલ થઈને ભાડૂતી ગુંડાઓ બોલાવીને બંનેને મોત ને ઘાટ ઉતારી દીધા છે.

કોર્ટમા સજ્જડ પુરાવાઓ માટે

તળાજા પોલીસ દ્વારા સોની દંપતિની હત્‍યાનું રિહર્સલ ઓન કેમેરા કરાવવા મા આવ્‍યું.જેનેલઈ જે ઘરમાં હત્‍યા થઈ તે ઘર નું નામ છે ‘‘શ્રીકળષ્‍ણ કુંજ''આજ કળષ્‍ણકુંજમાં જન્‍મી ને પિતા કિશોરભાઈ અને માતા રેખાબેન ના વ્‍હાલ પ્રેમ સાથે મોટો થયો.ચાર બહેનો વચ્‍ચે વિમલ એકજ ભાઈ હોય અતિ લાડકોડમા મોટો થયો.જીવનમા કોઈને ગાળ નહિ આપી હોય તે વિમલ એ લગ્ન કરી ને આર્થિક રીતે દેવું કરવામાં,માતા પિતા સાથે રૂપિયા ના મામલે ઝઘડો કરવામાં અને છેલ્લે મોત ને ઘાટ ઉતારવામાં કંઈજ બાકી રાખ્‍યું નહિ.

રિ-કન્‍ટ્રક્‍શન દરમિયાન પુત્રવધુ હેતલ એ રાજકોટ,વિસાવદર થી આવેલા ભાડૂતી ગુંડાઓ મુનિર હમીદ બલોચ,આમિરખાન આદમખાન લોધીપઠાણ ને કઈ રીતે પ્રવેશ આપ્‍યો ત્‍યારથી લઈ રિહર્સલ કરતા પોલીસ,સરકારી બે પંચો,એફ.એસ.એલ અધિકારી ને સ્‍ટાઇલ સાથે જ્‍યાં સાસુ-સસરા સુતા હતા ત્‍યાં જઈ સાસુને મને પેટમાં દુઃખેછે ફાકી આપો તેમ કહી જગાડ્‍યા હતા. સાસુને વોશરૂમ લઈજઇ બાથરૂમનું બારણું બંધ કરી પથારીમા સુતેલા કિશોરભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટી દીધી હતી.ભાડૂતી હત્‍યારાઓ ગળાપચી દબાવવા માટે સાથે લાવેલ દોરી વડે સસરા ની ગળાપચી દબાવી દીધી હતી. એ સમયે ભાડૂતી હત્‍યારાઓએ કિશોરભાઈ ના પગ પકડી રાખ્‍યા હતા.લગભગ પાચજ મિનિટ મા કિશોરભાઈ એ અંતિમ શ્વાસગણી લીધા હતા. બાદ રેખાબેન ને બાથરૂમમાંથી બહાર કાઢી રૂમમાં લઈ જઈ ગળુ દબાવી,પછાડી દીધા હતા.તેમની ઉપર જ બેસીજઇ ગળા ફરતે દોરી વીંટાળી ખેંચી ને હત્‍યા નિપજાવી હતી.

આરોપીએ હાજર પોલીસ કાફલો,પંચો,એફ.એસ.એલ અધિકારી ને બિન્‍દાસ્‍ત જણાવ્‍યું હતુ કે પાપા કરત મમ્‍મી ને મરતા વધારે સમય થયોહતો.બાદ રેખાબેન ને પતિ કિશોર ભાઈ પાસે સુવરાવી ભાડુતી હત્‍યારાઓ સાથે બોટલમા લાવેલ પેટ્રોલ બંને ઉપર છાંટી ને આગ ને હવાલે કરી દીધા હતા.ભાડૂતી હત્‍યારાઓ રફુચક્કર થઈગયા હતા.આ સમય દરમિયાન ત્રણ મિત્રો સાથે પુત્ર વિમલ ત્રાપજ ગોળાડિશ ખાતો હતો અને બાદ મા ધારડી ચા ની ચૂસકીઓ લગાવતો માતા પિતા ની હત્‍યા થયાના પત્‍ની ના ફોન ની રાહ જોઈ રહ્યો હતો.છેલ્લે દીકરી એ ઘરમાં ધૂમાડા,બળવા ની વાસ આવે છે તેમ ફોન કરતા વિમલ ને લાગ્‍યું કે પ્‍લાન સક્‍સેસ છે,હવે છેલ્લે રોલ પોતાને ભજવવા નો છે ત્‍યારે તેણે મિત્રો ને કહ્યું ઘરે આગલાગી છે.મિત્રો નેજ ઘરમા મોકલ્‍યા,પાણી છટાવ્‍યું અને ફાયર ને જાણ પણ મિત્રો દ્વારાજ કરાવી.રિ-કન્‍ટ્રક્‍શન સમયે લોકોટોળે વળ્‍યાં હતા.

૩૦ લાખથી વધુ આપ્‍યા છતાંય પેટ ન ભરાયુ

પુત્ર વિમલ ઉપર આર્થિક ભારણ વધી ગયા ની બાબત ને લઈ પિતા કિશોરભાઈ એ થોડાજ સમય મા રૂ.૩૦ લાખ થી વધુ આપ્‍યા હતા.પુત્ર તકલીફ મા હોય માતા રેખાબેન કિશોરભાઈ ને મનાવતા હતા.આપણો એકજ દીકરો છે આપી દો ને.તેના કારણે કિશોરભાઈ પાસે ની રોકડ મરણ મૂડી ખર્ચાઈ ગઈ હતી.બાદ સમગ્ર મિલ્‍કત પચાવી પાડવા આખરે હત્‍યાને અંજામ આપ્‍યો.હવે જેલ મા જવાનો વખત આવ્‍યોછે.

પિતાને શંકાહતી જ કે પુત્રવધુ જીવવા નહીં દે

કિશોરભાઈ સોની મંદિર મા ભગવાનને ફૂલો થી શણગાર કરવાના શોખીન હતા.તે આ રીતે નિત્‍ય પ્રભુ ભક્‍તિ કરતા હતા.તેઓ બનાવ ના આગલા દિવસોમાં મંદિરે ગયા હતા ત્‍યારે મિત્રોએ પૂછયું હતુંકે કઈક ટેંશન લાગે છે! ત્‍યારે તેઓએ પુત્ર,પુત્રવધુ અને પૌત્રી આવ્‍યા હોવાની અને રૂપિયા ને લગતા ઝઘડા ની વાત કરતા કહ્યું હતુંકે પુત્રવધુ અમોને જીવવા નહીં દે. હું જીવું છું ત્‍યાં સુધીતો ઠીક છે બાકી રેખાબેન ની હત્‍યા કરી નાખે તેમ છે.

ભાડૂતી હત્‍યારાઓ ૪ દિવસના રિમાન્‍ડ પર

પરિવાર જનોમાં જે ચર્ચા છે તે મુજબ વિમલ અને પત્‍ની હેતલ રાજકોટ રહેવા ગયા બાદ હેતલ પોતાનું વધુ ધાર્યું કરવા લાગી હતી.તે બ્‍યુટીપાર્લર ના વ્‍યવસાય સાથે સંકળાયેલ હોવા છતાંય તે બાબત ની વિમલ ને જાણ ન હતી.સાસુ સસરા ની હત્‍યા ના પ્‍લાન માં તેમણેજ રાજકોટ ના મિત્ર મુનિર હમીર બલોચ અને આમીરખાન લોધીપઠાણ ને સામેલ કર્યા હતા.રૂપિયા ની લાલચે હત્‍યા કરવા આવનાર બંને ઈસમો ને આજે કોર્ટમાં રજૂ કરી દિવસ ૪ ના રિમાન્‍ડ મેળવ્‍યાછે.

(1:26 PM IST)