<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આખરે સુરત ક્રાઈમ બ્રાંચની સંખ્‍યાબંધ ટીમોએ કલાકોનો જહેમત પછી ઝાડી ઝાંખરામાંથી કોથળામાં છુપાયેલ શખ્‍સને શોધી ઝડપી લીધો : એક આરોપીએ નદીમાં ઝંપલાવ્‍યુ. ડૂબી જવાની ભીતિ, ડ્રોન દ્વારા કોથળામાંથી મળ્‍યો. અમદાવાદમાં એક આરોપી ૫માં માળે ચઢી ઉપરથી કૂદવા ધમકી આપી પોલીસની હાજરી બતાવવા વિડિઓ પણ ચાલુ કરેલ. ગુજરાતની આ બે રસપ્રદ વાયરલ ઘટના અંગે લોકો જે જાણવા માંગે છે તેની વિશેષ વાતો : લોકોના ટોળાં તાપી કિનારે ઉમટી પડેલ. ફાયર બ્રિગેડના તરવૈયા પણ સ્‍ટેન્‍ડ ટુ હતા. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને જોઇન્‍ટ સીપી રાઘવેન્‍દ્ર વસ્‍ત ઓલ્‍સ વેલ મેળવતા હતા. આરોપી પકડવા સાથે ડૂબી ન જાય તેનું પણ ટેન્‍શન હતું. અકિલા સમક્ષ કસોટીની ૯૦ મિનિટની રસપ્રદ દાસ્‍તાન સુકાની ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા રસપ્રદ દાસ્‍તાન અકિલા સમક્ષ વર્ણવે છે 3:28 PM IST

બરકતભાઇ પાણી લેવા ઉભા થતાં કિશને ગળા પર છરી ભોંકી, પછી બે ઘા સ્‍નેહલબાએ મારી દીધા'તાઃ ૧૦ દિ'ના રિમાન્‍ડ મંગાયા : મુળ જામજોધપુરના સતાપરના કિશન વાઢેર અને તળાજાના છાત્રા ગામની સ્‍નેહલબા ગોહિલ વચ્‍ચે સાથે નોકરી વખતે ઓળખાણ થઇ હતીઃ હાલ બંને બેકાર હતાં, પૈસાની જરૂર હોઇયુવતિએ પરિચીત વૃધ્‍ધને જ લૂંટી લેવાનો પ્‍લાન ઘડયો અને ખોફનાક કાવત્રાને પ્રેમી સાથે મળી અંજામ આપ્‍યો હતો : હત્‍યા કરી દાગીના લૂંટયા, ત્‍યાં જ બંનેએ ન્‍હાઇને કપડા બદલ્‍યા પછી નીકળી ગયાઃ ક્રાઇમ બ્રાંચે ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી શોધી કાઢયાઃ ૬.૯૫ લાખના દાગીના, ઘડીયાળો, ટુવ્‍હીલર કબ્‍જેઃ હત્‍યા કર્યાનો બંનેના ચહેરા પર કોઇ અફસોસ નહોતો : વાલકેશ્વર સોસાયટી શ્રીનગરમાં થયેલી હત્‍યા-લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ઉકેલ્‍યોઃ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો જણાવી : હત્‍યા બાદ કિશન અને યુવતિ સ્‍નહેલબા પહેલા ધરમ સિનેમા પાસે રાજપૂત બોર્ડિંગ ખાતે ગયા હતાં: ત્‍યાંથી કપડા બદલી બંને નીકળી ગયા હતાં: છરી પોટલામાં બાંધી ન્‍યારી ડેમ પાસે છુપાવી દીધી હતીઃ ભક્‍તિનગર પોલીસે કબ્‍જે કરી3:54 PM IST