તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
હું સ્વતંત્ર ભારતનો નાગરિક છું, મારી ઇચ્છા મુજબ મત આપીશ.: કુંવરપરા ગામે ગ્રામપંચાયત ચૂંટણીમાં મત આપવા મુદ્દે માર મારનાર શખ્શ વિરુદ્ધ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના કુંવરપુરા ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં મત આપવા બાબતે બોલાચાલી થતા ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારે માર મારતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર સચિનભાઇ રઘુભાઇ વસાવા (રહે.કુંવરપરા નિશાળ ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેના ઘરે હાજર હતા તે વખતે જીગ્નેશભાઇ નરેશભાઇ વસાવા( રહે. કુંવરપરા નિશાળ ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ આવી તેમને ગ્રામ પંચાયતની ચુંટણીમાં આપણા વોર્ડમાં હું ઉભેલો છું અને મને મત આપજો તેવુ કહેતા સચિનભાઈએ જીગ્નેશભાઈને જણાવેલ કે હું સ્વતંત્ર ભારતનો નાગરિક છું અને મારી ઇચ્છા મુજબ મત આપીશ મારી ઇચ્છાની વાત છે તેવુ કહેતા જીગ્નેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ સચિનભાઈને ગાળો બોલીને ધમકી આપી લાકડી વડે માર મારતા જમણા હાથની આંગળીમાં ઇજા કરતા રાજપીપળા પોલીસે જીગ્નેશ વસાવા વિરુદ્ધ ગુનો દખલ કર્યો છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
