<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1536 રૂપિયા સુધી બોલાયો : જાણો 30 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,272.42 ટન મગફળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 30 માર્કેટ યાર્ડમાં કુલ 1,272.42 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1536 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1180 રૂ. અને નીચો ભાવ 950 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1445 રૂ., જામનગરમાં 1375 રૂ., તળાજામાં 1365 રૂ., હળવદમાં 1351 રૂ., વ્યારામાં 1260 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,272.42 ટન મગફળીની આવક થઇ છે.

(9:21 PM IST)