<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ધોરણ --10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા 23 જૂન 2025 થી 3 જુલાઈ 2025 દરમિયાન યોજાશે: જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો

અમદાવાદ :સમગ્ર જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષા 23 જૂન 2025થી 3 જુલાઈ 2025 દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના કોઈપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર 23 જૂન 2025થી 3 જુલાઈ 2025 ના રોજ સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહીં. પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં આવેલા સ્થળોએ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઈંગ મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહીં.

પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફે પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં.

  પુસ્તકો. કાપલી,ઝેરોક્ષ નકલો પરીક્ષાસ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે મદદ કરવી નહીં. પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ કે પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને, અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં.

 

(8:01 PM IST)