તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
સાગબારાની હોટલમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો બેફામ ઉપયોગ છતાં તંત્રના આંખ આડા કાન
દેડિયાપાડા, સાગબારા સહિત જિલ્લામાં અનેક હોટલો અને લારી પર ઇન્ડસ્ટ્રીયલ ગેસના બદલે ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા વેપારીઓ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં મોટાભાગના વેપારીઓ ઇન્ડસ્ટ્રીયલ ગેસ વાપરવાના બદલે ઘરેલું ગેસ વાપરતા હોય છે જે નિયમોની વિરુદ્ધ અને જોખમી પણ છે છતાં તંત્રના અધિકારીઓ આ બાબતે અજાણ છે કે કોઈક કારણોસર આંખ આડા કાન કરે છે..?
ખાસ કરીને એ જોવા મળ્યું છે કે દેડિયાપાડા અને સાગબારામાં ચાલતી હોટલો અને ખાણીપીણીની લારીઓ પર મોટેભાગે ઘરેલું સિલિન્ડર ઉપયોગમાં લેવાઈ છે અને એ પણ ખુલ્લેઆમ વાપરવા આવતો હોવા છતાં લાગતા વળગતા અધિકારીઓ ચુપચાપ તમાસો જુવે છે. જાણવા મળ્યા મુજબ એક હોટલ વાળા પાસે ઘરેલુ સિલિન્ડરના અસંખ્ય બોટલો સ્ટોકમાં છે તો આ બેનંબરી બોટલો ક્યાંથી આવ્યા..? તેની પણ તપાસ જરૂરી છે .
રાજપીપળા શહેરની વાત કરીયે તો મોટાભાગની ખાધ્ય સામગ્રી ની દુકાનો પર પણ ઘરેલું ગેસ ઉપયોગ કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો પડતો હોવાથી વેપારીઓ ઘરેલું ગેસ વાપરી અમુક રૂપિયાની બચત કરે છે પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના બને તો આ માટે કોણ જવાબદાર કહેવાશે. ?
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વેપલો ઘણા સમયથી ચાલે છે પરંતુ સ્થાનિક અધિકારીઓના મહિને હપ્તા બંધાયેલા છે માટે વેપારીઓ બિન્દાસ પોતાની મનમાની કરે છે ત્યારે આ સેટિંગ ડોટ કોમ માં કોઈ હોનારત સર્જાઈ તો જવાબદાર કોને ગણવા એ સવાલ ચર્ચા માં છે
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
