<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

ટંકારા ઓવર બ્રીજ ઉપરથી મહિલાની મોતની છલાંગ

જબલપુર ગામના ભાવનાબેન હસમુખભાઇ કગથરા (ઉ.વ.પર) ઓવરબ્રીજ ઉપરથી પડતું મુકતા મોરબીમાં સારવાર દરમિયાન મોત પતિના અવસાન બાદ એકલતાથી કંટાળી આપઘાત કર્યાનું તારણઃ પુત્ર ડોકટરનું ભણે છે અને પુત્રી સાસરે છે

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૯:  ટંકારા ઓવરબ્રિજ ઉપરથી છલાંગ લગાવી  મહિલાએ જીવન દોરી ટુકાવી છે. દયાનંદ ઓવરબ્રિજ ઉપરથી પડતું મુકીને ધાયલ મહિલા સારવાર અર્થે મોરબી ખસેડી હતી જ્‍યા તેનુ મોત નિપજ્‍યું છે.

મળતી વિગતો મુજબ  ટંકારા તાલુકાના જબલપુર ગામે પટેલ પરીવારના ભાવનાબેન હસમુખભાઈ કગથરા (ઉ. વ .૫૨) અગમ્‍ય કારણોસર આજે વહેલી સવારે ધરેથી નિકળી ટંકારા સાતેક વાગ્‍યાના અરસામાં ઓવરબ્રિજ ઉપરથી છલાંગ લગાવતા ગંભીર હાલતમાં સારવાર અર્થે મોરબી હોસ્‍પીટલમાં ખસેડાયેલ   જયાં તેનું મોત નિપજયું હતું.

મૃતક ભાવનાબેનના પતી હસમુખભાઈનુ ગત શિયાળામાં દુઃખદ અવસાન થયેલ  સંતાનમાં એક દિકરો છે જે ડોક્‍ટરી અભ્‍યાસ અને પ્રેક્‍ટિસ કરે છે. અપરણીત છે એક દિકરી છે જે ગામમા સાસરે છે. નાના એવા ગામમાં અપમુત્‍યુથી ભારે શોક વ્‍યાપ્‍યો છે. પતિના અવસાન બાદ એકલતાથી આવુ પગલું ભર્યાનુ અનુમાન સામે આવ્‍યુ છે. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:51 PM IST)