<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો : જાણો 14 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 169.63 ટન લીંબુની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતના 14 માર્કેટ યાર્ડમાં કુલ 169.63 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) નડિયાદ માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. નડિયાદ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1400 રૂ., દાહોદમાં 1200 રૂ., ડીસામાં 1 હજાર રૂ., નવસારીમાં 900 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 169.63 ટન લીંબુની આવક થઇ છે.

(9:18 PM IST)