તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
અમરેલીના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાનો જન્મદિન

રાજકોટ : રાજયના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના તરવરિયા યુવા ધારાસભ્ય શ્રી કૌશિક કાંતિભાઇ વેકરિયાનો જન્મ ૯ જુન ૧૯૮૬ ના દિવસે થયેલ આજે ૪૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મુળ અમરેલી જિલ્લાના દેવરાજિયા ગામના વતની છે. બી.કોમ.ની પદવી ધરાવે છે. અમરેલી માર્કેટયાર્ડના ડીરેકટર છે. ભાજપના જિલ્લા મહામંત્રી અને પ્રમુખ તરીકે રહી ચુકયા છે. દેવરાજિયા સરપંચ તરીકે ગામને નમૂનેદાર બનાવેલ. તેમણે ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક બનયા પછી અમરેલીના વર્ષો જુના કામો હાથમાં લઇ વિકાસની યાત્રા આગળ વધારેલ છે. સામાજિક અને સેવાકીય કામોમાં અગ્રેસર રહ્યા છે. રાજકીય કુનેહ અને પ્રજાના પ્રશ્નો વાજબી રીતે ઉકેલવાની આવડતને લીધે ટુંકા સમયમાં પોતાનું રાજકીય કદ વધારવામાં સફળતા તરફ છે. દરેક વર્ગને સાથે રાખી ચાલવાનો અભિગમ ધરાવે છે. આજે જન્મદિન નિમિત્તે શ્રી કૌશિક વેકરિયા પર અનારાધાર શુભેચ્છા વરસી રહી છે. મો. ૯૪ર૬૪ ૪ર૭૦૩ અમરેલી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
