<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

સેવા સેતુ એટલે સામાન્‍ય વર્ગના વિકાસનો સંકલ્‍પ : ડો.મનસુખભાઇ

પોરબંદરમાં સેવાસેતુ મેડીકલ કેમ્‍પ અને વિકાસ કામોના ઇ.ખાતમુહુર્ત કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી કેન્‍દ્રિય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાનું સંબોધન આપણો દેશ ૨૦૪૭માં વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધી રહયો છે : અર્જુનભાઇ મોઢવાડિયા પારદર્શક વહીવટના કારણે ખેડૂતોને તેમની પેદાશના પોષણક્ષમ ભાવો અને નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહયો છે : રામભાઇ મોકરિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૯: કેન્‍દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ સેવાસેતુ, મેડીકલ કેમ્‍પ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડો.મનસુખભાઇએ સંબોધનમાં જણાવેલ કે સેવા સેતુ કાર્યક્રમ એટલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો સામાન્‍ય અને મધ્‍યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્‍પ છે.

શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગ, કેન્‍દ્રીય મંત્રી અને પોરબંદર જિલ્લાના સાંસદ શ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાના અધ્‍યક્ષ સ્‍થાને તાજાવાલ હોલ, પોરબંદર ખાતે પોરબંદર શહેરી કક્ષાનો સેવાસેતુ, મેડીકલ કેમ્‍પ અને ઇ-ખાતમુહૂર્ત -લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

કેન્‍દ્રીય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે,સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોના રેશનકાર્ડ,આધાર કાર્ડ, સહિતની સેવાઓ એકજ જગ્‍યાએ મળી રહે છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં કામ કરવાની પદ્ધતિ બદલી છે સામાન્‍ય માણસના કામ સરકાર દ્વારા થાય અને તેમની જરૂરિયાત મુજબની સેવાઓનો લાભ તેમને કોઈ અગવડતા વિના મળે તે દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.તેમણે સ્‍વનિધિ યોજના સફળતાની વાત કરતા જણાવ્‍યું હતું કે, સ્‍વનિધિ યોજનાને કારણે  નાના માણસોને ધંધો રોજગાર કરવા માટે જ્‍યારે આર્થિક જરૂરિયાત ભી થાય ત્‍યારે તેમને કોઈપણ ગેરંટી વિના લોન આપવામાં આવે છે જેથી નાના માણસોને ચા વ્‍યાજે નાણા લેવામાંથી મુક્‍તિ મળી છે. અને સેવાસેતુ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્‍પને જોડીને લોકોના હેલ્‍થની પણ ચેકઅપ થઈ જાય તે માટેની વ્‍યવસ્‍થાઓથી લોકોને ફાયદો થઈ રહ્યો છે.

રાજ્‍ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ પારદર્શક વહીવટીના કારણે ખેડૂતોને તેમની પેદાશોના પોષણક્ષમ ભાવો તેમજ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. અને પોરબંદરનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું તે બદલ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્‍યું હતું કે, દેશ અને દુનિયામાં અનેક બદલાવો આવે છે આ બદલાવમાં દુનિયાના દેશો કદમ મિલાવવા અને સ્‍થિતિ જાળવવા માટે ચિંતા કરે છે. જ્‍યારે આપણો દેશ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ૨૦૪૭માં વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધી રહ્યો છે. પોરબંદરમાં ગાંધી કોરિડોર બનાવવા આવશે અને પ્રવાસનક્ષેત્રે જિલ્લાનો વિકાસ થાય તે  દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને તેમણે સૌએ સહિયારા પ્રયાસોથી હકારાત્‍મક અભિગમ અપનાવીને આપણા પોરબંદરને ગુજરાતનું શ્રેષ્ઠ શહેર બનાવવા અપીલ કરી હતી.

કેન્‍દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ સહિતના મહાનુભાવોના હસ્‍તે પોરબંદર મહાનગર પાલિકાના રૂ.૧૧.૯૬ કરોડના ૧૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાઓના સહાય હુકમ અને કીટ વિતરણ અને સેવાભાવી સામાજિક સંસ્‍થાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અને આભારવિધિ નાયબ મ્‍યુ.કમિશનર શ્રી મનન ચતુર્વેદીએ કરી હતી. અને ત્‍યારબાદ નટવરસિંહ ક્‍લબ પોરબંદર ખાતે કેન્‍દ્રીયમંત્રીશ્રીએ સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ  લીરીબેન ખુટી, પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર ઇન્‍ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, રીજીઓનલ ડાયરેક્‍ટર હેમંત કુમાર પાંડે, અધિક કલેકટર  જે. બી. વદર,પોરબંદર મહાનગર પાલિકાના નાયબ કમિશનર  હર્ષ પટેલ,અગ્રણી ચેતનાબેન તિવારી, ઢેલીબેન ઓડેદરા,અશોકભાઈ મોઢા, રાજશીભાઈ સહિતના અગ્રણીશ્રીઓ અને શહેરીજનો ઇ-ખાતમુહુર્ત સમારંભમાં ઉપસ્‍થિત રહ્યાં હતાં

(1:18 PM IST)