News of Monday, 9th June 2025
તહેવારની ઉજવણી વચ્ચે ગાઝા પર ઇઝરાયેલે કરેલ હુમલામાં 100થી વધુ નિર્દોષ લોકોનો જીવ લેવાયો

નવી દિલ્હી: ઈઝરાયેલે હમાસ સામે યુદ્ધમાં ગાઝા પટ્ટીને કાટમાળમાં ફેરવી દીધી હોવા છતાં તેના હુમલા હજુ બંધ થઈ રહ્યા નથી. ઈઝરાયેલે છેલ્લા 24 કલાકમાં ગાઝા પર વિનાશક હવાઈ હુમલા કરતા 100થી વધુ નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ હમાસે 7 ઑક્ટોબર 2023માં ઈઝરાયેલ પર આતંકી હુમલો કરી બંધક બનાવેલા લોકોમાંથી થાઈલેન્ડના એક નાગરિકનો મૃતદેહ ઈઝરાયેલનું સૈન્ય પરત લાવ્યું હતું.
ઈઝરાયેલના સૈન્યે ગાઝા પર તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, તેના હુમલામાં હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો નેતા અસદ અબી શરૈયા માર્યો ગયો છે. ગાઝાની શિફા અને અલ-અહલી હોસ્પિટલો મુજબ ગાઝા શહેરમાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થઈ ગયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. જોકે, ગાઝામાં નિર્દોષ નાગરિકો પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહ્યા છે. રાફા અને ખાન યુનિસ વચ્ચે દક્ષિણ ગાઝામાં મુવાસી ક્ષેત્રમાં ઈઝરાયેલે ચાર હુમલા કર્યા હતા, જેમાં બાળકો સહિત અનેક લોકોનાં મોત થયા હતા.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
