તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
ગુજરાતમાં કોરોનાએ પકડી રફતાર : આજે કોવિડ-૧૯ ના ૨૩૫ નવા કેસ નોંધાયા : રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા ૧૧૦૬ પર પહોંચી
106 દર્દીઓ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ : 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ : સત્તાવાર શૂન્ય મૃત્યુદર છતાં આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરના પાલન પર ભાર

અમદાવાદ : ગુજરાતમાં કોવિડ-૧૯ ના કેસોમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે, જેને પગલે આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં સાવચેતીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં આજે સોમવારે કોવિડ-૧૯ ના ૨૩૫ નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને ૧૧૦૬ પર પહોંચી ગઈ છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે 106 દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં, 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આઈસોલેશનમાં રહેલા અન્ય દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. રાહતની વાત એ છે કે, આજે કોવિડ-૧૯ સંબંધિત એક પણ સત્તાવાર મૃત્યુ નોંધાયું નથી.
આરોગ્ય વિભાગની સૂચનાઓ અને સાવચેતી:
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવા માટે અપીલ કરી છે.
* હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો.
* ખાંસી કે છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવું, જાહે૨ સ્થળોએ થૂંકવું નહીં, અવારનવા૨ સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝ૨નો ઉપયોગ કરવો ફરજિયાત છે.
* કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો (અન્ય રોગોથી પીડિત) અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ખાસ તકેદારી રાખવી. આવા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવો.
આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાયા વિના સાવચેતી અને નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે જેથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
