તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
સાવરકુંડલાના મહુવા રોડ ઉપર કાર હડફેટે દાદી અને પૌત્રના મોતથી અરેરાટી
અકસ્માત સર્જીને કાર ચાલક નાશી છુટતા શોધખોળ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુડલા, તા. ૯: શહેરના મહુવા રોડ ઉપર સાવરકુંડલા બાજુ પૂરપાટ ઝડપે આવતી સફેદ કલર ની ફોર વહીલ કિયા કાર નંબર GJ 14 BD ૬૨૭૯ એ સામેથી આવતા બે બાઈકોને હડફેટે લેતા ત્રણ વ્યક્તિ અને બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી આ ગંભીર અકસ્માત માં વનિતાબેન ચીમનભાઈ જોષી ઉંમર વર્ષ ૬૦ રહે. બાઢડા તાલુકો સાવરકુંડલાનું ઘટના સ્થળ ઉપર જ અવસાન પામ્યા હતા જયારે બાકી બે બાળકો અને પતિ પત્નીને ૧૦૮ મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યા હતા જેમાંથી સારવાર હેઠળ રહેલા જય અજીતભાઈ જોષી ઉંમર વર્ષ ૧૪ નું બીજા દિવસે રવિવારે સવારે સારવાર દરમિયાન અવસાન થયું હતું દાદી ના અવસાન બાદ પૌત્ર નું પણ અવસાન થતા બાઢડા ગામના જોષી બ્રાહ્મણ પરિવારે હૈયાફાડ રૂદન કર્યું હતું જેમને પોતાના ગામ બાઢડા ખાતે રવિવારે બપોરે ચાર કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર બાઢડાના ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું.
સફેદ કલર ની ફોર વહીલ કિયા કાર નંબર GJ 14 BD ૬૨૭૯ નો ચાલાક પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જી કાર મૂકી ભાગી ગયો હતો આ અકસ્માતમાં બેના મોત થયા છે જયારે પતિ પત્ની અને ત્રણ વર્ષની બાળકી હાલ અમરેલી અને ભાવનગર ની હોસ્પિટલ માં સારવાર હેઠળ છે જેમાં મૂળ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના અને હાલ સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ સંકલ્પ રેસિડન્સી ખાતે રહેતા કેતનભાઇ ચીમનલાલ જોશી, ઉમર વર્ષ ૩૫ તથા તેમના પત્ની રિદ્ધિ બેન કેતનભાઇ જોશી ઉંમર વર્ષ ૨૮ અને તેમની બાળકી રિવાબેન કેતનભાઇ જોશી ઉંમર વર્ષ ૩ સારવાર હેઠળ છે.
જ્યાથી વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા તથા ત્યાથી ભાવનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર વાહન મુકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી એ.એસ.પી વલય વૈદ્ય પણ દોડી આવ્યાં હતા અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અકસ્માત સર્જ્યો તે સ્થળ આસપાસના મોટાભાગના સી.સી.ટી.વી કેમેરા ચકાસી ઘટનાનો વિડીયો પોલીસે મેળવ્યો છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
