<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રોયલ પાર્કમાં ૧.૫૩ લાખનો દારૂ ભરેલી કાર સાથે સુનિલ પકડાયોઃ જગદીશનું નામ ખુલ્‍યું

ડીસીબીના ચેતનસિંહ ગોહિલ, ઉમેશભાઇ ચાવડા અને દિપકભાઇ ડાંગરની બાતમીઃ સુનિલ ઉર્ફ ભોલો દુબેની અગાઉ દારૂ, મારામારી સહિત ૭ ગુનાઓમાં સંડોવણી

રાજકોટ તા. ૯: શહેર ક્રાઇમ બ્રાંચે યુનિવિર્સટી રોડ પર રોયલ પાર્ક-૮માં દરોડો પાડી રૂા. ૧,૫૩,૬૦૦નો વિદેશી દારૂ ભરેલી અર્ટીગા કાર સાથે સુનિલ ઉર્ફ ભોલો સંતોષભાઇ દુબે (ઉ.વ.૩૩-રહે. ગુરૂજીનગર આવાસ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૩૬/૬૩૩, સાધુ વાસવાણી રોડ)ને પકડી લઇ દારૂ તેમજ કાર મળી રૂા. ૯,૫૪,૧૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ટીમ દારૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. ઉમેશભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગરને બાતમી મળતાં રોયલ પાર્ક-૮માંથી અર્ટીગા સાથે સુનિલને દબોચી લીધો હતો. કારમાંથી રોયલ ચેલેન્‍જ, મેકડોવેલ્‍સ નંબર વન બ્રાંડથી બોટલો મળી આવતાં તે તથા કાર, ફોન સહિતનો મુદ્દામાલ જપ્‍ત કરાયો હતો.

સુનિલની પુછતાછ થતાં તેણે પોતાને આ દારૂનો જથ્‍થો સુરેન્‍દ્રનગરનો જગદીશ ઉર્ફ જગો રબારી આપી ગયાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે. સુનિલ અગાઉ પ્ર.નગર, યુનિવર્સિટી, ડીસીબી, ભક્‍તિનગરમાં દારૂ, મારામારી સહિત સાત ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં એએસઆઇ ચેતનસિંહ ગોહિલ, હેડકોન્‍સ. દિપકભા, ઉમેશભાઇ, કનકસિંહ, ગિરીરાજસિંહ, સુભાષભાઇએ આ કામગીરી કરી હતી.

(3:26 PM IST)