<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉનાળાના વેકેશનમાં પણ પ્રવાસીઓની ભીડ, ગત વર્ષ કરતા એક લાખ જેવા પ્રવાસીઓ વધુ નોંધાયા

40 ડીગ્રી ગરમીમાં પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, એ.સી બસ, એસી બસ સ્ટોપ, કેનોપી વોકવે, સ્પીન્કલર સહીતની સુવિધાઓથી SOU સજ્જ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું છે પ્રવાસીઓનો ભારે ઘસારો  રહ્યો આ એક  મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા જે ગત વર્ષ ના વેકેશન કરતા એક લાખ પ્રવાસીઓ વધુ નોંધાયા છે.

   આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમે ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે ત્યારે વેકેશનના અંતિમ શની રવીવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં 2018 થી અત્યાર સુધીમાં 2.75 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. અને છેલ્લા મહિના ની વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જોકે 41 થી 45 ડીગ્રી તાપમાન માં પણ પ્રવાસીઓ આવતા sou સત્તા મંડળ દ્વારા sou ની તમામ જગ્યા એ કેનોપી થી માંડી પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશન માં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાત ના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એક વાર આવે તેમને વારંવાર આવવાનું મન થાય છે 
ઉનાળુ વેકેશન માં પ્રવાસીઓની સંખ્યામાં સારો એવો ધસારો જોવા મળ્યો, ગરમીમાં પણ પ્રવાસીઓને તખલીફ ના પડે તે માટે પાણી ની વ્યવસ્થા, એ.સી બસ અને બસ સ્ટોપ, કેનોપી સ્પીન્કલર સહીત ની સુવિધાઓ SOU તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે.પરિવાર સાથે આવતા પ્રવાસીઓની કાળજી અમારા આધિકારીઓ રાખી રહ્યા છે. પ્રવાસી મુક્ત મને ફરે અને અહીંયા આવે એવા વાતાવરણ નું નિર્માણ કરાયા છે : અમિત અરોરા (CEO SOU નર્મદા)


 

(11:49 PM IST)