<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

મોરબીના બેઠા પુલ નજીકથી અજાણી વ્યક્તિનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મૃતદેહ મળ્યાની જાણ થતા જ રોડ પરથી પસાર થતા લોકોના ટોળા એકઠા થયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના બેઠા પુલ નજીકથી અજાણી વ્યક્તિનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો બનાવની જાણ થતા જ મોરબી બી  ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને મૃતદેહ ને પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના બેઠા પુલ નજીકથી અજાણી વ્યક્તિનો કોહવાયેલ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ધટનાની જાણ થતા જ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવીને મૃતદેહને ફોરેન્સિક પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો.તો મૃતદેહ ખુલ્લામાં પડ્યો હોવાથી દુર્ગંધ ફેલાઈ હતી તેમજ મૃતદેહ મળ્યાની જાણ થતા જ રોડ પરથી પસાર થતા લોકોના ટોળા જોવા મળે એકત્ર થયા હતા જેથી ટ્રાફિકજામ પણ થયો હતો.


 

(12:48 AM IST)