તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
વિસાવદર-કડી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાસાયણિક ખાતર મુદ્દે રાજકારણ ગરમાયુ
બે દિવસ પહેલા વિસાવદર બેઠકના ‘‘આપ''ના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ છૂટથી મળે છે જ્યારે ખેડૂતોને ખાતર નથી મળતું: ગઈકાલે રાજ્યભરમાં ખાતર વિક્રેતાઓને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યાઃ ૨૪ વિક્રેતાના લાઇસન્સ રદ કરવામાં આવ્યા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૯ ગઈકાલે કળષિ વિભાગ દ્વારા રાજ્યમાં રાસાયણિક ખાતરના વિક્રેતાઓને ત્યાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઘણા વિક્રેતાઓને ત્યાં સ્ટોકમાં વિસંગતતા સામે આવતા ૨૪ જેટલા વિક્રેતાઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ૫૯ ડીલર્સને નોટિસ આપવામાં આવી છે.!
રાજ્યમાં ખેડૂતોને જરૂરિયાત હોય એ સમયે પૂરતો ખાતરનો જથ્થો મળતો ન હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે બે દિવસ પહેલા વિસાવદર બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ બે બોટલ માંગો તો પાંચ બોટલ બુટલેગરો દ્વારા ઘેર બેઠા આપી જવામાં આવે છે જ્યારે ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોય ત્યારે ખાતર મળતુ નથી અને ખાતર માટે ટળવળવું પડે છે અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
ગોપાલ ઇટાલીયાના આક્ષેપો બાદ કે જોગાનું-જોગ કળષિ વિભાગ દ્વારા રાજ્યના ૧૬ જીલ્લામાં ગઈકાલે ખાતર વિક્રેતાઓને ત્યાં સામૂહિક દરોડા પાડતા અનેક ડીલર્સ ને ત્યાં સ્ટોકમાં વિસંગતતા સામે આવતા કળષિ વિભાગ દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા હતા જેમાં ૨૪ વિક્રેતાઓના લાઇસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ૫૯ ડીલર્સને નેટીસ આપવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ યુરીયા ખાતરના વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતર ખેડૂતોને દેવાને બદલે ઔદ્યોગિક એકમોમાં કેમિકલ પ્રોસેસ માટે આપી દેવામાં આવતું હોવાનું સામે આવતા કળષિ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જે ૨૪ ડીલર્સના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યાંથી બિન હિસાબી અને ગેરકાયદેસર રીતે ૧૧૦૦ મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો મળી આવ્યો છે.
કળષિ વિભાગ દ્વારા વિક્રેતાઓને ત્યાં થી ખેડૂતોને વહેંચવામાં આવેલા સો જેટલા ખેડૂતોને ત્યાં જઈ ખરાઈ પણ કરવામાં આવી હતી જ્યાં જેમના નામથી બિલ બનાવવામાં આવ્યા હતા તેમાંના અમુક ખેડૂતોને ખાતરનો જથ્થો મળ્યો પણ નહોતો અને આવા ખેડૂતોના નામે ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા.!
કળષિ વિભાગ દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે ખરીફ સીઝનમાં રાસાયણિક ખાતર આપોની ફરિયાદ આવે એ પહેલા આ પગલા ભરવામાં આવ્યા છે જો કે એક ચર્ચા એવી પણ છે કે ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોને ખાતરનો જથ્થો પૂરતો મળતો ન હોવાનો આક્ષેપ કર્યો ત્યારબાદ કળષિ વિભાગ હરકતમાં આવી વિક્રેતાઓને ત્યાં સામુહિક દરોડા પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવેલ આક્ષેપો બાદ ઇફકોના ડિરેક્ટર,જેતપુરના ધારાસભ્ય અને વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયા દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે વિસાવદર વિસ્તાર માટે ૭૦૦ ટન રાસાયણિક ખાતર વિક્રિતાઓને ત્યાં આપી દેવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખાતરની તંગી ઉભી થાય ત્યાં મને જાણ કરશો તો તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવશે.
કળષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના ૧૬ જિલ્લામાં ખરીફ પાકના પ્રારંભ પહેલા અંદાજે ૮૦૦૦ ટન કેટલા યુરીયા ખાતરનું વધુ વેચાણ થતા આ પગલા ભરવામાં આવ્યા છે અમુક જિલ્લામાં એવરેજ વેચાણ કરતા ખૂબ જ વધુ વેચાણ થયું હોવાનું સામે આવતા રાજ્યના ૧૬ જિલ્લામાં સામુહિક અને અકસ્મિક કાર્યવાહી કરવી પડી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ૧૩૮૦ ટન બોટાદ જિલ્લામાં ૪૧૫ ટન અને રાજકોટ જિલ્લામાં ૯૦૦ ટન ખાતરનું વધુ વેચાણ સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જોકે રાજ્યભરમાં એવરેજ વેચાણ કરતા ખરીફ પાકના પ્રારંભ પહેલા અંદાજે ૭૮૩૦ ટન જેટલો વધુ જથ્થો વહેંચાયો છે હાલ ખાતર મુદ્દે રાજકારણ ગરમાયુ છે
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
