<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1621 રૂપિયા બોલાયો : જાણો 21 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 521.02 ટન કપાસની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 521.02 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1621 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1580 રૂ. અને નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જસદણમાં 1595 રૂ., ભેસાણમાં 1570 રૂ., જામ જોધપુરમાં 1560 રૂ., ગોંડલમાં 1551રૂ., રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 521.02 ટન કપાસની આવક થઇ છે.

(7:49 PM IST)