<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

પોરબંદરની અસરકારક કાયદો વ્‍યવસ્‍થાને આવકારતા રામભાઇ મોકરિયા

સેવાસેતુ કાર્યક્રમમાં એસપીશ્રી ભગીરથસિંહની કામગીરીના વખાણ કર્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૯:  કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રાજયસભાના સાંસદશ્રી રામભાઇ મોકરિયાએ શહેરની અસરકારક  કાયદો વ્‍યવસ્‍થાને આવકારીને એસ.પીશ્રી ભગીરથસિંહ  જાડેજાની કામગીરીના વખાણ કર્યા હતા.

એસપીશ્રી ભગીરથસિંહની કામગીરીની પ્રસંશા કરતા રામભાઇ મોકરીયાએ કહયું હતું એસપીશ્રી ભગીરથસિંહને તેની કામગીરી માટે જાહેરમાં સેલ્‍યુટ કરવી જોઇએ

(1:16 PM IST)