તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 9th June 2025
કાલે અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારમાં સવારે પાણી કાપ રહેશે
ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવાવાડજ, વાડજ, કેશવનગર, સુભાષબ્રિજ, પાલડી, વાસણા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, આંબાવાડી સહિતના તમામ વિસ્તારોમાં પાણીકાપની જાહેરાત

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે મંગળવારે સવારે પાણી કાપ રહેશે. અમદાવાદ શહેરના ચાંદખેડા, મોટેરા, રાણીપ, સાબરમતી, નવાવાડજ વાડજ, કેશવનગર, સુભાષબ્રિજ, પાલડી, વાસણા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, થલતેજ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, આંબાવાડી સહિતના તમામ વિસ્તારોમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.
આ તમામ વિસ્તારોમાં જે પાણી ઉપલબ્ધ હશે તે મુજબ પાણી આપવામાં આવશે. જાસપુરના પ્લાન્ટ પાસે જેટકોના વીજ સબ સ્ટેશનનું મેઈન્ટેનન્સ હોય પાણી સપ્લાય નહીં થઈ શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાસપુરના 400 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજ પુરવઠો પૂરી પાડતી જેટકો કંપની દ્વારા 66 કેવી સબ સ્ટેશનમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત મેઈન્ટેનન્સ માટે આજે સોમવારે સવારથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાંજ સુધી બંધ રાખવામાં આવ્યા છે.
આથી આવતીકાલે એટલેકે મંગળવારે પશ્ચિમ વિસ્તારમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. 11 જૂનના રોજ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
