તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.95 ટકા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 94.17 ટકા પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની વાળંદ નિધિ 91.16 ટકા (98.22પીઆર) સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.જેમાં બન્ને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે.જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.95 ટકા જયારે સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું પરિણામ 94.17 ટકા આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નિધિ વાળંદ 91.16 ટકા (98.22 પીઆર) સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પટેલ હીર 93.56% સાથે પ્રથમ આવી હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજપીપળા કેન્દ્રનું પરિણામ 85.81% તો ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 83 ટકા આવ્યું છે.
નર્મદા જિલ્લાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓ માંથી 496 વિદ્યાર્થીઓ જ્યારે ડેડિયાપાડામાં 259 માંથી 215 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.નર્મદા જિલ્લામાં A1 ગ્રેડમાં 3, A2 ગ્રેડમાં 43, B1 ગ્રેડમાં 70, B2 ગ્રેડમાં 156, C1 ગ્રેડમાં 228, C2 ગ્રેડમાં 173, D ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લાના ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો રાજપીપળા કેન્દ્રનું 94.13 ટકા, ડેડિયાપાડા કેન્દ્રનું 91.55 ટકા, ગરૂડેશ્વર કેન્દ્રનું 96.15 ટકા, તિલકવાડા કેન્દ્રનું 98.26 ટકા, સેલંબા કેન્દ્રનું 92.54 ટકા અને બોરિયા કેન્દ્રનું 98.42 ટકા પરિણામ આવ્યું છે.ગ્રેડ મુજબ પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં 7, A2 ગ્રેડમાં 80, B1 ગ્રેડમાં 432, B2 ગ્રેડમાં 971, C1 ગ્રેડમાં 1259, C2 ગ્રેડમાં 924, D ગ્રેડમાં 230 અને E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
