તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
જ્યારે દારૂડિયાએ રાપરની સરકારી હોસ્પિટલમાં ધમાલ મચાવી ડોક્ટરો, દર્દીઓ અને પોલીસને દોડાવી
અસામાજિક તત્ત્વો અને બુટલેગરોને ઉગતા ડામી આમ પ્રજાને સુરક્ષિત મહેસૂસ કરાવવી જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪: હાલમાં સરકાર અને તંત્ર કાયદો વ્યવસ્થાનો ભંગ કરનાર ગુનેગારો સામે કડક પગલાં તો લે છે પણ મોટેભાગે કાયદાનો ભંગ કર્યા બાદ કડકાઈ દાખવાય છે. પરંતુ અસામાજિક તત્વો, બુટલેગરો અને ડ્રગ પેડલરોને ઉગતા જ ડામી દઈ આમ પ્રજાને સુરક્ષિતતા નો અહેસાસ થાય એવા આગોતરા પગલાં ભરાય તો કાયદાની સખતાઈ ભરી આણ વરતાય. કચ્છના રાપરમાં દારૂના નશામાં ધૂત નશેડીએ સરકારી હોસ્પિટલમાં ઉત્પાત મચાવ્યો હતો. નશેડીએ તોડફોડ કરી પથ્થર લઈ ડોક્ટરો, સ્ટાફ અને પોલીસ પાછળ દોટ મૂકતા સૌ ભાગ્યા હતા. દરમ્યાન મદદ માટે ફોન કરવા છતાંયે કોઈ ફરકયું નહોતું.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
