તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Monday, 4th May 2026
દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે ભાવનગરમાં પત્રકાર સંગોષ્ઠિ યોજાઈ
પત્રકારત્વના આદ્ય પુરુષ ગણાતા દેવર્ષિ નારદજીના જીવન અને આજના સમયમાં પત્રકારત્વની ભૂમિકા વિશે પ્રેરક ઉદબોધન

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રચાર વિભાગ દ્વારા દેવર્ષિ નારદજીની જન્મ જયંતિના પવિત્ર અવસરે ભાવનગર ખાતે ‘પત્રકાર સંગોષ્ઠિ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની વિદ્યાનગર સ્થિત વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મીડિયા જગતના અગ્રણીઓ વિપુલભાઈ હિરાણી, નિલેશભાઈ પ્રજાપતિ, સંજયભાઈ મુંજપરા, ઉમંગભાઈ પ્રજાપતિ,પ્રદીપભાઈ મહેતા વિગેરે એ ઉત્સાહભેર હાજરી આપી હતી.આ સંગોષ્ઠિમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પત્રકારત્વના આદ્ય પુરુષ ગણાતા દેવર્ષિ નારદજીના જીવન અને આજના સમયમાં પત્રકારત્વની ભૂમિકા વિશે પ્રેરક ઉદબોધન આપ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારો વચ્ચે વૈચારિક સંવાદ અને સ્નેહમિલનનો રહ્યો હતો.કાર્યક્રમ માંડો. તુષાર ત્રિવેદી (વિભાગ સંઘચાલકજી) ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંપર્ક સૂત્ર તરીકે પ્રશાંત ત્રિવેદીએ સેવા આપી હતી. આ આયોજન દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા મિત્રોમાં એક નવી ઉર્જા અને વૈચારિક સ્પષ્ટતા જોવા મળી હતી.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
