તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
બંગાળમાં મમતાનો વર્ષો જૂનો કિલ્લો ધ્વસ્ત!
૧૫ વર્ષના શાસનનો અંતઃ કોલકતાથી દિલ્હી સુધી વિજયનો શંખનાદઃ ભાજપ ૧૯૦થી વધુ બેઠકો પર આગળ નીકળતા ટીએમસીના સુપડા સાફ મમતાના નિવાસ સ્થાન બહાર ભાજપના કાર્યકરોનું શકિત પ્રદર્શન અને નારેબાજીઃ જય શ્રી રામના નારા ગુંજ્યાઃ કાર્યકરોમાં ભારે ઉત્સાહ

કોલકાતા, તા.૪: પヘમિ બંગાળની ધરતી પર આજે એક નવો ઈતિહાસ લખાવા જઈ રહ્યો છે. ૨૯૩ બેઠકો પર ચાલી રહેલી મતગણતરીના વલણોએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. જે બંગાળમાં વર્ષો સુધી મમતા બેનર્જીનું એકચક્રી શાસન ચાલતું હતું, ત્યાં આજે ભાજપે બહુમતીના ૧૪૭ના જાદુઈ આંકડાને કયાંય પાછળ છોડીને ૧૯૩ બેઠકો પર અજેય સરસાઈ મેળવી લીધી છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ટીએમસી માત્ર ૯૫ બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું દેખાય છે. સૌથી આヘર્યજનક બાબત એ છે કે ટીએમસીનો અભેદ ગઢ ગણાતા પ્રેસિડેન્સી ક્ષેત્રમાં પણ મમતા દીદીની પકડ ઢીલી પડી છે, જે ભાજપ માટે એક ઐતિહાસિક વિજયની છડી પોકારે છે.
રાજકીય પારો એટલો ગરમાયો છે કે વિજયની સુગંધ છેક દિલ્હી સુધી પહોંચી છે. ભાજપના મુખ્યાલય ખાતે નેતાઓએ બંગાળી સંસ્કળતિના પ્રતીક સમાન ઝાલમુરી અને રસગુલ્લા વહેંચીને મોઢા મીઠા કરાવ્યા હતા. આ માત્ર જીત નથી, પરંતુ વર્ષોના સંઘર્ષનું પરિણામ હોય તેમ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. વલણોમાં પ્રચંડ બહુમતી દેખાતા જ કેટલાક ઉત્સાહી કાર્યકરો તો સીધા મમતા બેનર્જીના નિવાસસ્થાન કાલીઘાટ પહોંચી ગયા હતા અને ત્યાં જય શ્રી રામના નારા લગાવી પોતાની જીતનો હુંકાર કર્યો હતો. સમગ્ર રાજ્યમાં અત્યારે ઢોલ-નગારા અને નાચગાનનો માહોલ જામ્યો છે.
ગળહમંત્રી અમિત શાહે આ જીતને બંગાળની અસ્મિતા સાથે જોડતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ભાજપ પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે અને રાજ્યની કમાન કોઈ ભૂમિપુત્ર એટલે કે બંગાળના રહેવાસીને જ સોંપવામાં આવશે. આ જાહેરાતે સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો હોય તેમ જણાય છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ ચૂંટણી ફરી એકવાર રાજકીય વનવાસ જેવી સાબિત થઈ છે, કારણ કે તેઓ પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યા છે. ડાબેરીઓ અને કોંગ્રેસના સૂપડા સાફ થતા હવે બંગાળમાં સીધો જંગ ભાજપ વિરુદ્ધ ટીએમસીનો રહ્યો છે જેમાં ભાજપ બાજી મારી ગયું છે.
સાંજ સુધીમાં જ્યારે આ વલણો સત્તાવાર પરિણામોમાં ફેરવાશે, ત્યારે બંગાળના આંગણે એક નવા રાજકીય યુગનો સૂર્યોદય થશે. ૧૫ વર્ષથી સત્તા સંભાળતી ટીએમસી માટે આ એક મોટો આંચકો છે, જે ભવિષ્યમાં રાજ્યના સમીકરણો બદલી નાખશે. વિકાસ અને પરિવર્તનના મુદ્દે લડાયેલી આ ચૂંટણીમાં જનતાએ જે રીતે ભાજપ પર કળશ ઢોળ્યો છે, તે જોતા આગામી દિવસોમાં બંગાળના વહીવટીતંત્રમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હાલ તો સમગ્ર પ?મિ બંગાળમાં ભગવો રંગ છવાઈ ગયો છે અને સોનાર બાંગ્લાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ભાજપે મજબૂત ડગલું માંડ્યું છે. (રર.૧૯)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
