<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

રાજકોટ રેન્‍જ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં કડક અને કાર્યદક્ષ IPS તરીકે જાણીતા પ્રેમસુખ ડેલૂની સોશ્‍યલ મીડિયા પર વાયરલ કથા અંગે લોકોમાં જેના વિષે જાણવાની ખૂબ ઉત્‍કંઠા છે, તેની વિસ્‍તળત ગાથા ફેંસલા ઓન ધ સ્‍પોટઃ દિવ્‍યાંગ દંપતિ સહિત ૪ સામાન્‍ય પરિવારને વ્‍યાજખોરોની ચુંગલમાંથી ઉગારવા સાથે અમુકને જીવન ટૂંકાવતા રોકી લેવાયાઃ સુરેન્‍દ્રનગર પોલીસના માનવીય કાર્યની મહેક ગુજરાતભરમાં મહેકી ઉઠી...

વ્‍યાજખોરોને વ્‍યાજે લીધેલ રકમ કરતા અનેકગણી રકમ ચૂકવી દીધા છતાં તેમનો પીછો છોડતા ન હોવાનું જાણી જિલ્લા પોલીસવડા દ્રવી ઉઠ્‍યા હતા

 

રાજકોટ, તા.૪: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો કે એલ.એન.રાવ દ્વારા વ્‍યાજખોરો સામે વિશેષ ઝુંબેશનું અભિયાન ચલાવવામાં આવે છે તે જાણીતી વાત છે, માનવીય અભિગમ ધરાવતા અને પ્રજાને પીડતા તત્‍વો વિરુદ્ધ કડક હાથે કામ લેવા માટે જાણીતા રાજકોટ રેન્‍જ વડા નિર્લિપ્ત રાય અને અમદાવાદમાં એક યુગના કુ વિખ્‍યાત અપરાધીની મિલકત, સહિત જામનગર જિલ્લાના કાર્યકાળ દરમિયાન અનેક ગેર કાયદે મિલકતો ઉપર બુલ ડોઝર ફેરવી બુલ ડોઝર IPS તરીકે જાણીતા સુરેન્‍દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતળત્‍વ હેઠળ બજાવેલ માનવીય કાર્યની મહેક માત્ર સૌરાષ્‍ટ્ર કે ગાંધીનગર સુધી નહિ, આખા ગુજરાતમાં મહેકી ઊઠી છે.

રાજસ્‍થાનના બિલકુલ સામાન્‍ય પરિવારમાંથી આવી ક્રમશ પ્રગતિના પંથે પહોંચેલ પ્રેમસુખ ડેલુને સામાન્‍ય માનવી અને તેની મજબૂરી અને પીડાની જાણ છે, બીજું અરજદાર સાથે સાથે ખૂબ પ્રેમપૂર્વક વર્તન કરી તેમનામાં આત્‍મવિશ્વાસ જગાવી હિંમત પૂરી પાડવાં જેવા ગુણો ધરાવે છે, આને પરિણામે ગણતરીના સમયના એક દિવ્‍યાંગ દંપતિ સહિત કુલ ૪ સામાન્‍ય પરિવારને વ્‍યાજખોરોનો ચુંગલમાંથી બચાવવાથી સંતોષ માનવાને બદલે આમાના અનુક જિંદગી ટૂંકાવી લેતે પહેલા ઉગારી લીધા છે.

એક દિવ્‍યાંગ દંપતિ પતિ પત્‍ની ફેરી કરીને જીવન નિર્વાહ કરતા હતા, તેણે રોજગારી માટે લીધેલ નાની રકમ કરતા અનેક ગણી રકમ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા, ના ઈલાજે સુરેન્‍દ્રગર એસપી ને મળવા પોહચ્‍યા, પ્રેમસુખ ડેલૂને  અરજદાર દંપતિ દિયાંગ હોવાની જાણ થતા અરજદારને મળવા નીચે પોહચી ગયા. બપોરે ૨.૩ વાગ્‍યે થયેલી રજુઆત પછી સાંજે આરોપી દ્વારા પડવાયેલ ઘરના કાગળો પરત અપાવ્‍યા, મતલબ કાગળની નિર્જીવ કાર્યવાહી પછી, પ્રથમ ફેસલો ઓન ધ સ્‍પોટ કર્યો. આજ રીતે થાનગઢના એક દંપતિ દ્વારા પોતાની નાની રોજગારી માટે લીધેલ સામાન્‍ય રકમના ૫૪ લાખ ચૂકવી દીધેલ, આરોપીઓના ભયથી ગામ છોડવાની હાલત ઊભી થયેલ, અરજદાર રાજકોટ રેન્‍જ વડા શ્રી નિર્લિપ્ત રાય સમક્ષ પહોંચ્‍યા અને તેઓએ તુરંત સુરેન્‍દ્ર નગર એસપીને જાણ કરી, એ કહેવાની ભાગ્‍યેજ જરૂર છે કે આરોપીઓને તાકીદે તેડાવી તેમની પાસેથી મકાનના કાગળ અને ચેક પરત કરાવ્‍યા ત્‍યારે જે દ્રશ્‍યો સર્જાયા તે કલ્‍પનાતિત હતા.

ત્રીજી ઘટનામા મહેનતકશ સામાન્‍ય   પરિવારના  એક બહેન ચોધાર આંસુએ રડતા રડતા સુરેન્‍દ્રનગર એસલી સમક્ષ આવેલ. ૩ લાખના ૧૮ લાખ વસૂલવા છતાં તેમના મકાનના કાગળ,તથા દાગીના પડાવી, સોના પેટે ગોલ્‍ડ લોન આપતી એક બેંક જેવી ઓફિસ રજામાં ખીલાવી દાગીના અને બીજા પેપર્સ પરત અપાવ્‍યા.

માત્ર એક અઠવાડિયામાં ઓન ધ સ્‍પોટ ન્‍યાયની ૪ થી ઘટના તો બધી ઘટના કરતા ચઢિયાતી છે. એસપી પ્રેમસુખ ડેલુ જરૂરી કામે બહાર જતા હતા, આ દરમિયાન એક ઈકો ગાડી એસપી ઓફિસમાં દાખલ થઈ, અને એસપી સાહેબ વિષે પૂછપરછ કરતા , જીલ્લા પોલીસ વડા સામેથી તેમની પાસે ગયા અને તેમની મુશ્‍કેલી વિષે પૂછયું ત્‍યારે ઇકો કારચાલકે કહ્યું કે અમે બહાર જતા હતા, ત્‍યારે આ વ્‍યક્‍તિ આપઘાતની કોશીષ કરી રહ્યાનું જાણવા મળતા માનવતા ખાતર એમને આપની પાસે લાવ્‍યા છીએ. એ વ્‍યક્‍તિએ ૧૦ હજારના ૫૦ હાજર ચૂકવી દીધેલ, આમ છતાં જેટલા શખ્‍સો માનસિક ત્રાસ આપી પોતાની બાઈક પણ છીનવી લેતા, ખૂબ કંટાળી જીવન ટૂંકાવવા નક્કી કરેલ , આરોપીને તુરંત પોતાની ટીમ.મારફત તાત્‍કાલીક બાઇક અને બીજા પેપર્સ સાથે હાજર કરવામાં આવ્‍યા, અને સ્‍થળ પરજ ન્‍યાય અપાવ્‍યો. એક અઠવાડિયા જેવા ગણતરીના સમયના થયેલ પોલીસ કાર્યવાહી, સોશ્‍યલ મીડિયા પર વાયરલ થતા લોકોને આ વિષે જાણવાની ઉત્‍કંઠા અંતર્ગત સહુને પ્રેરણા મળે તેવી ઘટના પ્રસ્‍તુત કરી છે.

(4:30 PM IST)