<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

૨૦૦૦ ની નોટો હજુ પણ માન્ય છે અને રિઝર્વ બેંકની અમદાવાદ સહિત ૧૯ બ્રાન્ચોમાં બદલાવવાની સુવિધા ચાલુ છે: પોસ્ટ ઓફિસ મારફત પણ મોકલી શકાય છે: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ₹૨૦૦૦ ની નોટો ચલણમાંથી ૨૦૨૩ માં પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ વખતો વખત રિઝર્વ બેન્ક ૨૦૦૦ ની નોટો અંગેનું સ્ટેટસ જાહેર કરતી રહી છે. સાત ઓક્ટોબર ૨૦૨૩ સુધી દેશની તમામ બેંકોની બ્રાન્ચોમાં ૨૦૦૦ની નોટ પાછી લેવામાં આવતી હતી, અને બદલી આપવામાં આવતી હતી. હવે આ ફેસિલિટી માત્ર રિઝર્વ બેન્કની અમદાવાદ સહિત દેશભરમાં આવેલી ૧૯ બ્રાન્ચોમાં આજે પણ ચાલુ છે. એટલે કે ૨૦૦૦ ની નોટ હજુ પણ માન્ય છે અને રિઝર્વ બેંકની દેશભરની ૧૯ બ્રાન્ચોમાં તમે તેને બદલી શકો છો. ઉપરાંત દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસ થી ૨૦૦૦ ની નોટ બદલવા માટે તમે રિઝર્વ બેંકને મોકલી શકો છો. હવે આ સવલત ગમે ત્યારે બંધ થઈ જશે તેમ મનાય છે. ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ ૯૮.૦૪ ટકા એટલે કે ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ ની નોટો રિઝર્વ બેંકમાં પરત આવી ગઈ છે અને હવે ચલણમાં માત્ર ૧.૯૬% એટલે કે ૬૯૭૦ કરોડ રૂપિયાની ૨૦૦૦ ની નોટો ફરી રહી છે..12:49 PM IST

સલમાન ખાનને છાસવારે ધમકીઓ મળી રહી છે: મંદિરમાં જઈને માફી માગવા અને નહીં તો પાંચ કરોડ આપી દેવા મુંબઈ પોલીસમાં ધમકી આપતો મેસેજ આવ્યો: સલમાનને ધમકી ઉપર ધમકી મળી રહી છે: મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી અથવા ૫ કરોડ રૂપિયા આપવા. જો આમ નહિ કરે તો તેને મારી નાખવામાં આવશે. અમારી ગેંગ હજુ પણ એક્ટીવ છે.' ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા એક અધિકારીએ અડધી રાત્રે આ ધમકીભર્યો મેસેજ વાંચ્યો હતો. પોલીસ હાલમાં ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. આ પહેલા પણ સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈના નામે બે કરોડની પહોંચાડવા ધમકી મળી હતી. 11:35 AM IST

વિરાટ કોહલીનો આજે ૩૬ મો જન્મ દિવસ: એક યુવા ચાહકે કિંગ કોહલીને, જાતે દોરેલી, હનુમાનજીની તસવીર ગિફ્ટ કરી: દેશભરમાંથી શુભેચ્છા વર્ષા: ભારતનો સુપર ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી આજે ૩૬ મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે એક ચાહકે કિંગ કોહલીને, જાતે દોરેલી, હનુમાનજીની તસવીર ગિફ્ટ કરી છે. જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણીતું છે કે કિંગ કોહલી હનુમાનજીના ભક્ત છે અને વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવાનની તસવીર મળ્યા બાદ કોહલીનો ચહેરો ચમકી ઉઠે છે અને તેને આ ભેટ ખૂબ જ ગમી છે. કોહલી આધ્યાત્મિકતામાં માને છે તેણે ઉત્તરાખંડના કૈંચી ધામમાં બાબા નીમ કરોલી મહારાજના દર્શન કર્યા હતા. તેની પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા પણ સાથે રહેલ. નીમ કરોરી બાબાને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કોહલી ઘણીવાર પત્ની સાથે ભજન-કીર્તનમાં ભાગ લેતો પણ જોવા મળે છે.2:30 PM IST

લેન્ડ બેંક માટે યુપીમાં સરકારે ૯૬,૦૦૦ એકર વધુ ઔદ્યોગિક જમીન હસ્તગત કરવાની યોજના બનાવી છે: ન્યુઝ ફર્સ્ટ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે આગામી બે-ત્રણ વર્ષમાં લગભગ ૯૬,૦૦૦ એકર વધુ ઔદ્યોગિક જમીન હસ્તગત કરવાની યોજના બનાવી છે: ન્યુઝ ફર્સ્ટ • રાજ્ય સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના અંત સુધીમાં પોતાની કુલ લેન્ડ બેંકને ૮૨૦૦૦ એકર સુધી વિસ્તરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અત્યાર સુધીમાં, તેણે ૫૪૦૦૦ એકરની લેન્ડ બેંક બનાવી છે, જેમાં લગભગ ૪૦% ઔદ્યોગિક હેતુઓ માટે ફાળવવામાં આવી છે. • જ્યારે, સરકારે ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા માટે ૨૦૨૭ સુધીમાં ૧,૫૦,૦૦૦ એકર જમીનની લેન્ડ બેંક બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. • આનાથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ૯૬૦૦૦ એકરનું નવેસરથી સંપાદન કરવું પડશે, જે અમારી વર્તમાન ઔદ્યોગિક ભૂમિ બેંકની ૫૪૦૦૦ એકર ઉપરાંતની છે, કેમ યોગી સરકારના અધિકારીઓ જણાવે છે: ન્યુઝ ફર્સ્ટ11:38 AM IST

જ્યારે પણ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.ત્યારે વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે:કેન્દ્રએ ફ્લાઇટ અને મેરીટાઇમ કનેક્ટિવિટી નિયમોમાં સુધારો કર્યો છે. “નિયમ ૯ ના પેટા-નિયમ (૧) માં ભારતીય એરસ્પેસમાં લઘુત્તમ ઉંચાઇ નો નિર્દેશ કર્યો હોવા છતાં, જ્યારે પણ એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.ત્યારે વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. :અગાઉના નિયમોએ મોબાઈલ નેટવર્ક સેવામાં દખલગીરી ના સર્જાય તે માટે એરક્રાફ્ટમાં મોબાઈલ કમ્યુનિકેશન સેવાઓના ઉપયોગને, ભારતીય હવાઈ ક્ષેત્રમાં, ઓછામાં ઓછી ૩૦૦૦ મીટરની ઊંચાઈ સુધી છૂટ આપવામાં આવી હતી.10:58 PM IST

સેવા કરવા માટે સત્તાની આવશ્યકતા નથી, જે અમરેલી જિલ્લાની સેવાકીય સંસ્થાઓએ ચરિતાર્થ કર્યું છે : દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અમરેલી જિલ્લાએ ખૂબ સુપેરે ઝીલીને ૯૯ અમૃત સરોવરનું નિર્માણ કર્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : સ્વચ્છતા જાળવવી, વીજળી, પાણી અને પેટ્રોલની બચત સાથે વૃક્ષારોપણ પણ દેશ સેવા : મુખ્યમંત્રી માતૃભૂમિ વંદના મહોત્સવમાં સહભાગી બન્યાં: ચાડિયાના ગ્રામજનોએ પરંપરાગત રીતે ઉત્સાહભેર સ્વાગત કર્યું : શ્રી અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ-ચાડિયાની રજૂઆતના પરિણામે ચાડિયા ગામે હયાત તળાવનું નવસર્જન થશે : તળાવની જળ સંગ્રહ શક્તિમાં ૧૧ કરોડ લિટરનો વધારો થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ચાડિયા ગામે નવસર્જન પામનાર બાબુભાઈ આર. પેથાણી સરોવરનું ભૂમિ પૂજન કર્યું7:23 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી :;૧૦૦ ટકા નિ:શુલ્ક હેલ્થકેર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મેડિસીન વિભાગ, આંખ, હાડકાં, કેન્સર ઓપરેશન થિયેટર સહિતની અત્યાધુનિક સુવિધાઓ નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ : છેલ્લા દસ વર્ષથી અવિરત દર્દી નારાયણ સેવાનો અનોખો નિ:શુલ્ક સેવાયજ્ઞ : શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટીગણ અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ટીમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું4:35 PM IST

સબળ નેતૃત્વ થકી પરિવર્તન લાવનારા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજનબધ્ધ વિકાસ કામોને સરકારમાં ત્વરિત મંજૂરી : આ નૂતન વર્ષ વિકાસના નવતર સંકલ્પો સાકાર કરવાનું વર્ષ બની રહેશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આપણે સૌ વિકસિત ભારત@૨૦૪૭ને અમૃતકાળ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સહભાગી બનીએ : ધરતીપુત્ર સ્વ. ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણ : સાવરકુંડલાની જનતાને નૂતન વર્ષાભિનંદન પાઠવી રુ.૧૨૨ કરોડના વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી : નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવા રુ.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજ્ય સરકાર6:38 PM IST