<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

મોરબીના લાયન્સનગરમાં 40 વર્ષના યુવક મહેશ રાઠોડે ઝેરી દવા પી લેતા મોત

આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : પરિવારજનોના નિવેદન લેવાયા

 મોરબી તા.૫ : લાયન્સનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા યુવાનનું સારવારમાં મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં ૧ માં રહેતા મહેશ લાખાભાઈ રાઠોડ (ઉ.વ.૪૦) નામના યુવાન ગત તા. ૦૩ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કારણ અંગે તપાસ શરૂ કરી છે અને પરિવારજનોને નિવેદન લીધા છે.

(3:28 PM IST)