News of Monday, 4th November 2024
મંદિરોમાં કેનેડિયન નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો : ખાલિસ્તાનીઓના હુમલા બાદ હિન્દુ સંગઠનોનો કડક આદેશ
કેનેડિયન નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ (CNCH)એ ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે મોટો નિર્ણય લીધો

કેનેડાના બ્રામ્પટન શહેરમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મંદિરો પરના હુમલા બાદ કેનેડિયન નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ (CNCH)એ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ કાઉન્સિલે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે મોટો નિર્ણય લીધો છે.
CNCH એ જાહેરાત કરી છે કે કેનેડામાં તમામ નેતાઓને રાજકીય હેતુઓ માટે હિન્દુ મંદિરોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધ જ્યાં સુધી ખાલિસ્તાની તત્વો સામે પગલાં લેવામાં નહીં આવે અને મંદિરોની સુરક્ષા મજબૂત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. જોકે, નેતાઓને ભક્ત તરીકે મંદિરમાં જવા દેવામાં આવશે.
CNCHએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બ્રામ્પટનમાં ગોર રોડ પર એક હિન્દુ મંદિરને ખાલિસ્તાન તરફી વિરોધીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હિંસક ઘટનાએ કેનેડાના હિન્દુ સમુદાયમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓ મંદિરના મુખ્ય દ્વાર પર એકઠા થયા, બળજબરીથી પરિસરમાં પ્રવેશ્યા અને મંદિરના સભ્યો પર હુમલો કર્યો, જેનાથી સમુદાયમાં ગભરાટ ફેલાયો.
આ હુમલો ખાસ કરીને હિન્દુ કેનેડિયનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ હિંદુઓ પર ખતરનાક હુમલાઓની બીજી શ્રેણી છે. હિન્દુ ધર્મસ્થળોની સુરક્ષાને લઈને વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ નેતાઓએ આ વધતી દુશ્મનાવટને રોકવા માટે હજુ સુધી નક્કર પગલાં લીધા નથી
પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે CNCH અને હિંદુ ફેડરેશન, મંદિરો અને હિંદુ હિમાયત જૂથો સાથે મળીને, બ્રેમ્પટનમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય લીધો છે. સમગ્ર કેનેડામાં હિન્દુ મંદિરો હવે રાજકારણીઓને તેમની સુવિધાઓનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવા દેશે નહીં. તેઓ ગમે તે પક્ષના હોય, તેઓ ભક્ત તરીકે આવી શકે છે, પરંતુ જ્યાં સુધી તેઓ ખાલિસ્તાની કટ્ટરવાદ સામે નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી તેઓને મંદિરના મંચ પર પ્રવેશ મળશે નહીં.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
