તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th November 2024
કિંગ કોહલીના નામે અઢળક સિદ્ધિઓ છે અને કિંગ કોહલીએ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો

મુંબઇઃ કિંગ કોહલીના નામે અઢળક સિદ્ધિઓ છે અને કિંગ કોહલીએ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કોહલીનો જન્મ 5 ફેબ્રુઆરી 1988ના રોજ થયો હતો અને અત્યાર સુધી કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સાથે જ અનેક ખેલાડીઓના રેકોર્ડ તોડ્યા પણ છે અને આ લિસ્ટમાં ક્રીકટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ છે.વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યા છે. હાલમાં, સક્રિય ક્રિકેટરોમાં સૌથી વધુ રન તેમના નામે જ છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27134 રન બનાવ્યા છે અને 80 સદી ફટકારી છે. અન્ય કોઈ સક્રિય ક્રિકેટર સદીના મામલામાં વિરાટની આસપાસ પણ નથી.કોહલીએ 2023માં એશિયા કપ પણ જીત્યો છે. અત્યારે ભલે કોહલી ખરાબ ફોર્મમાં હોય, પરંતુ વિરાટ કોહલીની કારકિર્દીની સરેરાશ હજુ પણ 52.78 છે. તે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકમાત્ર અને વિશ્વના પહેલા ખેલાડી છે, જેને 50 સદી ફટકારી હોય. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ODI ક્રિકેટમાં 49 સદી ફટકારી હતી. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો હતો. કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ રહ્યા છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે.T20 ટ્રોફી જીત્યા બાદ લીધી T20માંથી નિવૃત્તિ
વિરાટ કોહલીએ આ વર્ષે જૂનમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં 76 રનની ઈનિંગ રમી અને તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ 12 જૂન 2010 ના રોજ તેમની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી અને 14 વર્ષ પછી તે જ મહિનામાં તેમની છેલ્લી મેચ રમી. તેમણે ભારત માટે 125 T20 મેચ રમી અને 48.69ની એવરેજ સાથે 4188 રન બનાવ્યા. આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં તે રોહિત શર્મા પછી બીજા ક્રમે છે. કોહલીએ એક સદી અને 38 અડધી સદી ફટકારી હતી. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1292 રન બનાવનાર ખેલાડી છે અને તેમના નામે 15 અડધી સદી પણ છે, જે એક રેકોર્ડ છે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
