News of Tuesday, 5th November 2024
વિરાટ કોહલીનો આજે ૩૬ મો જન્મ દિવસ: એક યુવા ચાહકે કિંગ કોહલીને, જાતે દોરેલી, હનુમાનજીની તસવીર ગિફ્ટ કરી: દેશભરમાંથી શુભેચ્છા વર્ષા: ભારતનો સુપર ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી આજે ૩૬ મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે એક ચાહકે કિંગ કોહલીને, જાતે દોરેલી, હનુમાનજીની તસવીર ગિફ્ટ કરી છે. જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણીતું છે કે કિંગ કોહલી હનુમાનજીના ભક્ત છે અને વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવાનની તસવીર મળ્યા બાદ કોહલીનો ચહેરો ચમકી ઉઠે છે અને તેને આ ભેટ ખૂબ જ ગમી છે. કોહલી આધ્યાત્મિકતામાં માને છે તેણે ઉત્તરાખંડના કૈંચી ધામમાં બાબા નીમ કરોલી મહારાજના દર્શન કર્યા હતા. તેની પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા પણ સાથે રહેલ. નીમ કરોરી બાબાને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કોહલી ઘણીવાર પત્ની સાથે ભજન-કીર્તનમાં ભાગ લેતો પણ જોવા મળે છે.

(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
