<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

અયોધ્યામાં વિશ્વ પ્રસિદ્ધ 14 કોસી પરિક્રમા: જાણો કયારે શરૂ થશે અને શું છે તેનું ઐતિહાસિક મહત્વ

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી વખત 14 કોસી પરિક્રમા: અગાઉ 25 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમામાં ભાગ લીધો હતો

અયોધ્યાની વિશ્વ પ્રસિદ્ધ 14 કોસી પરિક્રમા માટે પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી વખત 14 કોસી પરિક્રમા યોજાવા જઈ રહી છે.

14 કોસી પરિક્રમા 9 નવેમ્બર એટલે કે અક્ષય નવમીની તિથિના રોજ શરૂ થશે. જ્યારે પંચકોસી પરિક્રમા 12 નવેમ્બર દેવોત્થાની એકાદશઈના રોજ શરૂ થશે. અગાઉ 25 લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમામાં ભાગ લીધો હતો. આ વખતે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ અગાઉ કરતા વધારે શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લે તેવી શક્યતા છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરને કેન્દ્ર માનીને 14 કોસી એટલે કે આશરે 45 કિમીની યાત્રા કરવાની પરંપરા રહેલી છે. તેમાં શ્રી રામ સંબંધિત તમામ સ્થળો તથા મંદિરોનો સમાવેશ થાય છે. આ પરિક્રમાને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે.

14 કોસી પરિક્રમા સરયૂ તટથી શરૂ થાય છે અને તેની ચારેય તરફના માર્ગો પરથી પસાર થાય છે. અયોધ્યા પ્રભૂ શ્રી રામનું જન્મ સ્થળ છે. ભગવાન વિષ્ણુએ અહીં અવતાર લીધો હતો. અહીં તમામ મઠ-મંદિરો છે. બજરંગ બલી અયોધ્યામાં રાજા તરીકે વિરાજમાન છે. અયોધ્યાની પરિક્રમા કરવાથી અનેક સમસ્યાથી મુક્તિ મળે છે.

(7:25 PM IST)