<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

મહિલાઓને રૂ. 2500, સિલિન્ડર રૂ. 450 અને રાશન સહીત જાણો ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને કઈ 7 ગેરંટી આપી?

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીઓ અંગે I.N.D.I.A. બ્લોકનો મેનિફેસ્ટો બહાર પાડ્યો

I.N.D.I.A. બ્લોકે આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. ગઠબંધનના આ ઢંઢેરામાં ઘણા મોટા વચનો આપવામાં આવ્યા છે, જેમાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગરીબ પરિવારોને 450 રૂપિયા સિલિન્ડર અને રાશન જેવી જાહેરાતો સામેલ છે.

    કોંગ્રેસ, JMM, RJD અને CPI-Mએ સંયુક્ત રીતે ઝારખંડની રાજધાની રાંચીમાં એક ઢંઢેરો બહાર પાડ્યો અને જનતાને સાત મોટા અને મહત્વપૂર્ણ વચનો આપ્યા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા. આ પ્રસંગે સોરેને કહ્યું હતું કે, "મહાગઠબંધનના તમામ નેતાઓ આજે અહીં સાત ગેરંટી આપવા માટે એકઠા થયા છે, જેને અમે રાજ્યમાં સરકારની રચના પછી અગ્રતાના ધોરણે આગળ ધપાવીશું. 

    ખેડૂતો માટે ડાંગરની MSP 2,400 રૂપિયાથી વધારીને 3,200 રૂપિયા કરવાની સાથે, આમલી, મહુઆ, લાહ, ટસર, કરંજ, ચિરોંજી, સાલ બીજ વગેરેના ટેકાના ભાવમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. રાજ્યમાં ડિગ્રી કોલેજો અને એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ સાથે રોજગારી આપવા માટે જિલ્લા મુખ્યાલયમાં 500-500 એકરમાં ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે.

     I.N.D.I.A. બ્લોક ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 સંબંધિત મોટા વચનો આપ્યા છે  1. વ્યક્તિ દીઠ 7 કિલો રાશન અને દર મહિને 450 રૂપિયાનું એલપીજી સિલિન્ડર. 2. અનામત ⁠ST 28%, SC 12%, OBC 27% 3. મહિલાઓને દર મહિને રૂ. 2500. 4. ⁠સારણ ધર્મ સંહિતા. 5. 10 લાખ સરકારી નોકરી, 15 લાખનો આરોગ્ય વીમો. 6. ડાંગરની MSP રૂ 3200 પ્રતિ ક્વિન્ટલ. 7. દરેક જિલ્લામાં એક એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ અને એક યુનિવર્સિટી છે.

    ઝારખંડમાં કોંગ્રેસ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. અહીં કુલ 81 વિધાનસભા બેઠકો છે, જેમાંથી કોંગ્રેસે 30 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા 40 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સાથે RJDએ સાત સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

(10:09 PM IST)