News of Tuesday, 5th November 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી :;૧૦૦ ટકા નિ:શુલ્ક હેલ્થકેર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મેડિસીન વિભાગ, આંખ, હાડકાં, કેન્સર ઓપરેશન થિયેટર સહિતની અત્યાધુનિક સુવિધાઓ નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે અત્યાધુનિક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ : છેલ્લા દસ વર્ષથી અવિરત દર્દી નારાયણ સેવાનો અનોખો નિ:શુલ્ક સેવાયજ્ઞ : શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટીગણ અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ટીમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું

અમરેલી તા.૦૫ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રી શ્રીએ સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી.
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીઓ અને હોસ્પિટલ ટીમે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષથી સાવરકુંડલા સહિતના પંથકમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિ:શુલ્ક હોસ્પિટલ) માં દર્દી નારાયણ સેવાનો અનોખો નિ:શુલ્ક સેવાયગજ્ઞ
અવિરત શરુ છે.
૧૦૦ ટકા નિ:શુલ્ક હેલ્થકેર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી શ્રીએ મેડિસીન, આંખ, હાડકાં, કેન્સર ઓપરેશન થિયેટર સહિતની અત્યાધુનિક સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી.અવિરત દર્દી નારાયણ સેવાને બિરદાવી હતી.
અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ થકી કેન્સર સહિતના દર્દીઓને સારવાર સરળતાથી મળી રહે છે.
સાવરકુંડલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર
ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત વેળાએ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,
ધારી બગસરા ધારાસભ્ય જે.વી.કાકડીયા, લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટીગણ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
