News of Tuesday, 5th November 2024
દિવાળી તહેવારોમાં નર્મદા જિલ્લામાં પુરુષ અને મહિલાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં દિવાળી પર્વ માં પણ કેટલાક લોકો કોઈક ને કોઈક કારણોસર આપઘાત કરી લેતા હોવાની ઘટના બનવા પામી છે જેમાં ડેડીયાપાડા અને નાંદોદ તાલુકામાં એક પુરુષ અને એક મહિલાએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ બનાવ ડેડીયાપાડા તાલુકાના કંજાલ ગામે બન્યો જેમાં બનેલી ઘટનામાં હરીલાલભાઇ સોમાભાઇ વસાવા( ઉ.વ.આશરે.૨૭)( રહે.કંજાલ ખેરા ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓને ઘણા સમયથી બીમાર રહેતા હોય અને બીમારીથી કંટાળી જતા પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું
જ્યારે બીજી ઘટના માં શેનીબેન મીથુનભાઇ વસાવા તેનાં પિયરમાં મકાઇનું વાવેતર કરવા માટે તેના પતિ સાથે જવા માટે તૈયાર થયેલ જેથી પતિ એ જણાવેલ કે આપણા ઘરે પણ ઘણુ કામ છે. જેથી તું ઘરનું કામ કાજ કરજે હું એકલોજ જઇ આવું છું. અને પિયરમાં સાથે લઇ જવાની ના પાડતા તેમને મનમાં લાગી આવતા ઘરમાં મુકેલ ઝેરી દવા પોતાની જાતે પી લિધેલ ત્યારબાદ તેમને રાજપીપલા સિવિલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલા જ્યાં સારવાર દરમ્યાન મોત થયા ડેડીયાપાડા અને રાજપીપળા પોલીસે ઉપરોક્ત બંને બનાવો બાબતે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
