તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Tuesday, 5th November 2024
લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત: સુપ્રીમ કોર્ટે મદ્રેસા એક્ટને બંધારણીય જાહેર કર્યો; અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય રદ કર્યો: સીજેઆઇ ચંદ્રચુડની બેન્ચનો ચુકાદો
યુપી મદ્રેસા અધિનિયમ માત્ર એટલી હદે ગેરબંધારણીય છે કે તે ફાઝિલ અને કામિલ હેઠળ ઉચ્ચ શિક્ષણની ડિગ્રી આપે છે, જે યુજીસી કાયદાની વિરુદ્ધ છે: સુપ્રીમ કોર્ટ

મદરેસા એક્ટ પર સુપ્રીમનો ચુકાદો: ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્ર ચુડની બેંચે આજે મહત્વનો ચુકાદો આપતા ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ ૨૦૦૪ને બંધારણીય જાહેર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ૨૨ માર્ચના નિર્ણયને પણ ફગાવી દીધો હતો જેમાં યુપી મદરસા એક્ટને રદ્દ કરવામાં આવ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચના નિર્ણય બાદ રાજ્યની મદરેસાઓને માન્યતા મળવાની અને તેમની કામગીરીમાં સ્થિરતા આવવાની સંભાવના છે.
કોર્ટે કહ્યું કે કાયદાની જોગવાઈઓ બંધારણીય મૂલ્યો સાથે સુસંગત છે અને ધાર્મિક લઘુમતીઓના શૈક્ષણિક અધિકારોનું રક્ષણ કરે છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે યુપી મદ્રેસા અધિનિયમ માત્ર એટલી હદે ગેરબંધારણીય છે કે તે ફાઝિલ અને કામિલ હેઠળ ઉચ્ચ શિક્ષણની ડિગ્રી આપે છે, જે યુજીસી કાયદાની વિરુદ્ધ છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
