News of Tuesday, 5th November 2024
WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારત સહિત 5 દેશો વચ્ચે સ્પર્ધા, જાણો કઈ ટીમ માટે કેટલી જીત જરૂરી : પાંચ દેશો પાસે ફાઇનલમાં ક્વોલિફાય થવાની તક
ભલે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો પરંતુ રોહિત અને કંપની પાસે હજુ પણ ફાઇનલમાં પ્રવેશવાની તક

નવી દિલ્હી તા.૫ : ડબલ્યુટીસી ફાઇનલ 2025 ક્વોલિફિકેશન સિનેરીયો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટેની રેસ ખૂબ જ રોમાંચક બની છે. ભારત સહિત પાંચ ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય થવાની દાવેદાર છે. ભલે ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ રોહિત અને કંપની પાસે હજુ પણ ફાઇનલમાં પ્રવેશવાની તક છે. અહીં જાણો WTCની ફાઇનલમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે.
જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 4 મેચ નહીં જીતે તો...
જો ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો ઓસ્ટ્રેલિયામાં રમાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાંથી ચાર મેચ જીતવી પડશે. તેમજ ટેસ્ટ ડ્રો પણ કરાવવાનો રહેશે. તમને જણાવી દઈએ કે ભારતે આ મહિને પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. જોકે, જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ નહીં જીતે તો? પછી શું થશે? તો પછી રોહિત એન્ડ કંપની ફાઇનલમાં કેવી રીતે પ્રવેશશે?
અહીં તમને આ બધા પ્રશ્નોના જવાબો મળશે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 4-0 કે 5-0થી ટેસ્ટ શ્રેણી જીતી શકતી નથી તો તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જોકે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે શ્રેણી જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ મેચોની શ્રેણીની ત્રણ મેચ જીતી લે છે તો ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.
અહીં જાણો WTC ફાઇનલમાં પહોંચવા માટે કયા દેશને કેટલી જીતની જરૂર છે
ભારત- બાકીની 5 ટેસ્ટ મેચમાંથી તેણે ચારમાં જીત અને એક મેચ ડ્રો કરવી પડશે.
ઓસ્ટ્રેલિયા- બાકીની 7 ટેસ્ટ મેચમાંથી 5 જીતવી જરૂરી છે.
શ્રીલંકા- બાકીની તમામ 4 ટેસ્ટ મેચ જીતવી પડશે.
ન્યુઝીલેન્ડ- બાકીની તમામ 3 ટેસ્ટ મેચ જીતવી પડશે.
દક્ષિણ આફ્રિકા- બાકીની તમામ 4 ટેસ્ટ મેચ જીતવી પડશે
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
