News of Tuesday, 5th November 2024
ભારત ગ્લોબલના એગ્રીટેક ડિવિઝનને તાજેતરમાં જ 200 ટન કુફરી અશોક બટાકાનો ઓર્ડર મળ્યો જેના કારણે શેરમાં આવી તેજી, એક વર્ષમાં આપ્યું 200 કે 500 નહીં 5000% રિટર્ન
શેરબજારમાં ક્યારે ક્યો શેર મલ્ટિબેગર બની જાય, તેના વિશે કહી શકાતું નથી. હાલ એક શેર મલ્ટિબેગર બન્યો તેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું

નવી દિલ્હી તા.૫ : મલ્ટીબેગર શેર રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપવા માટે જાણીતા છે. જોકે, તેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. શેરબજારમાં ક્યારે ક્યો શેર મલ્ટિબેગર બની જાય, તેના વિશે કહી શકાતું નથી. હાલ એક શેર મલ્ટિબેગર બન્યો છે. તેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તાજેતરમાં જ તેને બટાકાનો મોટો ઓર્ડર મળ્યો છે, જેના કારણે શેર રોકેટ બન્યા છે.
જાહેરાત
કેવી છે શેરની સ્થિતિ?
આ કંપનીના શેરની કિંમત 819.45 રૂપિયા છે. તેમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત 5 ટકાની અપર સર્કિટ લાગી રહી છે. મંગળવારે પણ તેમાં 5 ટકાની અપર સર્કિટ લાગી. છેલ્લા 5 દિવસમાં આ કંપનીના શેરમાં 30 ટકાથી વધારેની તેજી આવી છે. આપને જણાવી દઈએ કે, ભારત ગ્લોબલ ડેવલપર્સ ભારતની એગ્રીકલ્ચર સપ્લાય ચેઈનનું મુખ્ય ખેલાડી છે.
કેટલો મળ્યો ઓર્ડર?
ભારત ગ્લોબલના એગ્રીટેક ડિવિઝનને તાજેતરમાં જ 200 ટન કુફરી અશોક બટાકાનો ઓર્ડર મળ્યો છે. તેની કિંમત લગભગ 300 કરોડ રૂપિયા છે. કંપનીએ આ ઓર્ડર 6 મહિનામાં પૂરો કરવાનો છે. આ ઓર્ડર કંપની માટે એક સીમાચિહ્નરૂપ હોવાનું કહેવાય છે.
બે મહિનામાં ડબલ રિટર્ન
આ શેરે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. તેણે બે મહિના કરતાં ઓછા સમયમાં રકમ ડબલ કરી દીધી છે. તેણે 6 મહિનામાં લગભગ 5 ગણું રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં તેનું રિટર્ન લગભગ 475 ટકા રહ્યું છે.
1 લાખ પર 50 લાખનો નફો
જો આપણે એક વર્ષના રિટર્નની વાત કરીએ તો તેણે જબરદસ્ત રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં તેનું રિટર્ન લગભગ 5000 ટકા રહ્યું છે. એક વર્ષ પહેલા તેના શેરની કિંમત 16 રૂપિયાની આસપાસ હતી. જો તમે એક વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારું રોકાણ 51 લાખ રૂપિયાની આસપાસ હોત. એટલે કે 1 લાખ રૂપિયાના રોકાણ પર તમને 50 લાખ રૂપિયાનો નફો થયો હોત.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
