<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

સુરતના રાંદેર કતારગામને જોડતો કોઝવે 4 મહિનાથી બંધ હાલતમાં

- ઇતિહાસમાં પહેલી વખત એટલા લાંબા સમય સુધી વિયર કોઝવે બંધ: શહેરને 5 વર્ષ સુધી પાણી પુરૂ પડે એટલું પાણી વહી ગયું :હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ છે

સુરતના રાંદેર કતારગામને જોડતો કોઝવે 4 મહિનાથી બંધ હાલતમાં છે. ઇતિહાસમાં પહેલી વખત એટલા લાંબા સમય સુધી વિયર કોઝવે બંધ છે. પહેલી વખત 125થી વધુ દિવસ સુધી કોઝવે પર અવર જવર બંધ છે. ચાલુ વર્ષે ચોમાસું વીતી ગયા બાદ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. ગત 1 જુલાઈ 2024થી કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે. અત્યારસુધીમાં શહેરને 5 વર્ષ સુધી પાણી પુરૂ પડે એટલું પાણી વહી ગયું. હજુ પણ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે.

(12:56 PM IST)